________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ ૧. શ્લોક
आत्मानवमधिकृत्य स्याद् यः पंचाचार चारिमा शब्द योगार्था निपुणास्तध्यत्म प्रचक्षते ॥ २ ॥ (पा. ६)
આત્માને ઉદ્દેશીને જે પંચાચારનું સૌંદર્ય હોય તેને શબ્દના યોગાર્થમાં વિચક્ષણ પુરૂષો અધ્યાત્મ કહે છે.
रूढ्यर्थनिपुणा स्तत्वाहु वित्तं मैत्र्यादिवासितम् ।
अध्यात्म निर्मलं बाहय व्यवहारो प्रबृंहितम् ॥ ३ ॥ (पा. १०)
રૂઢિ અર્થમાં નિપુણ પુરૂષો કહે છે કે બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલું અને મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું નિર્મળ ચિત્ત એ અધ્યાત્મ છે. मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानु धावति ।
तामा कर्षति पुच्छेन तुच्छाग्रह मनः कपिः ॥ ६ ॥ (पा. ३०)
મધ્યસ્થ વ્યક્તિનું મનરૂપ વાછરડું યુક્તિ સ્વરૂપ ગાયમાતાની પાછળ દોડે છે પરંતુ તુચ્છ આગ્રહગ્રસ્ત મનરૂપી માંકડું તેને પૂંછડેથી ખેંચે છે. शासनात्त्राण शकतेच बुधैः शास्त्रं निरुच्यते ।
वचनं वीतरागस्य तच्च नान्यस्य कस्यचित् ॥ १२ ॥ (पा. ४४)
હિતોપદેશ કરે અને રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે તે પંડિત વડે શાસ્ત્ર કહેવાય છે તે શાસ્ત્ર વીતરાગનું વચન નહિ કે કોઈ અન્ય વ્યક્તિનું વચન. वीतरागनृतं नैव ब्रयात्तद्धेत्व भावतः ।
यस्तद्वाकयेष्वनाश्वास स्तन्महामोह विजृम्मिताम् ॥ १३ ॥ (पा. ४५) વીતરાગ ક્યારેય પણ અસત્ય બોલે જ નહિ. કારણકે તેમનામાં અસત્યના કારણોનો સર્વથા અભાવ હોય છે. તેથી તેમના વચનો જે અવિશ્વાસ થવો એ મહામોહનો વિલાસ છે.
૨૦૨
चर्मचक्षु भुतः सर्वे देवाश्ववधि चक्षुषः ।
सर्वतश्वक्षुषः सिध्धा योगिनः शास्त्रचक्षुषः ॥ १६ ॥ (पा. ५४ )
બધા મનુષ્ય-પશુ ચામડાની આંખવાળા છે. દેવતાઓ અવધિજ્ઞાનરૂપી આંખવાળા છે. સિદ્ધભગવંતો સર્વતોમુખી કેવળજ્ઞાન ઉપયોગરૂપી ચક્ષુવાળા છે. જ્યારે યોગીપુરૂષો શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે.
कर्मणां निरवद्यानां चित्त शोधकता परम् ।
सांख्याचार्या अपीच्छन्तीत्यास्तामेषोऽत्र विस्तरः ॥ २८ ॥ ( पा. ७४)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org