SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને ક્રિયાસ્વરૂપ બે ઘોડા છે તેની સાથે સામ્યર્થ જોડવામાં આવે છે તે મુક્તિમાં લઈ જાય છે. કવિએ રૂપકાત્મક નિરૂપણથી સામ્યયોગ વિશે વિચારો પ્રગટ કર્યા છે. સમતા યોગમાં રાચતા સાધકની દશાનું વર્ણન કર્યું છે. લોકોત્તર સમભાવથી સાધક આત્મદશામાં સદા જાગૃત રહે છે. ગીતાના શબ્દોમાં કહીએ તો સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પ્રાપ્ત થાય છે. આવા ઉચ્ચ સમભાવની પ્રાપ્તિ માટે સાધકે સતત જાગૃત રહીને (Conscious) શુધ્ધ ઉપયોગ દ્વારા ચાર કષાયનો ત્યાગ અનિવાર્ય બને છે. સમતાના ઉપાસક શ્રી મિરાજર્ષિ, દમદન્તમુનિ, ખંધસૂરિના શિષ્યો મેતાર્યમુનિ અને ગજસુમારમુનિ, અર્ણિકાપુત્ર, આચાર્ય દઢપ્રહારી વગેરેનો ઉલ્લેખ કરીને આત્માને સમભાવ કેળવવા માટે દિશાસૂચન કરવામાં આવ્યું છે. તત્ત્વજ્ઞાનના ગહન વિચારોમાં આ દૃષ્ટાંતોનો ઉલ્લેખ કથાનુયોગ દ્વારા શુષ્કતાની જગાએ રસિકતાનો અનુભવ કરાવીને સિદ્ધાંતના રહસ્યને આત્મસાત્ કરવામાં પૂર્તિ કરે છે. ઉપરોક્ત ચાર વિભાગમાં વિવિધ વિચારો પૂ. શ્રીના શ્લોકોને આધારે જે વિવેચન કરવામાં આવ્યું છે તેનાથી વધુ સ્પષ્ટતા થાય તેમ છે. અહીં ગ્રંથ પરિચયનો હેતુ હોવાથી કેટલાક શ્લોકો સાર્થ આપવામાં આપ્યા છે. જ્ઞાનયોગ શુદ્ધિમાં ક્રિયાયોગ ૬૬ શુદ્ધિમાં ૪૪, મોક્ષ અધિકારમાં ૨૧ શ્લોકો છે. ચિલાતીકુમારનું દષ્ટાંત રાજગૃહી નગરીમાં ધન સાર્થવાહની ચિલાતી દાસીનો પુત્ર હતો. શેઠની સુભદ્રા નામની સ્ત્રીની પુત્રી સુસીમા હતી. શેઠની ત્યાં ચિલાતી નોકરી કરતો હતો અને બાલ સુસીમાને રમાડતો - ખુશ કરતો હતો. ચિલાતીનાં અપલક્ષણ જોઈને શેઠે તેને નોકરીમાંથી કાઢી મૂકયો એટલે ચિલાતીએ જંગલમાં જઈને ચોરીની ટોળીમાં રહેવા લાગ્યો ને ચોરોનો સરદાર થયો. એક વખત ચિલાતીએ શેઠને ત્યાં ચોરી કરીને સુસીમાનું અપહરણ કર્યું. બીજા ચોરોએ માલમિલ્કત લઈ લીધી. આ સમયે કોલાહલ થતાં રાજયના સિપાઈઓ આવી પહોંચ્યા અને ચોરનો પીછો કર્યો. ચોર લોકોએ માલ મિલ્કત રસ્તામાં મૂકી દીધી અને નાસી ગયા પણ ચિલાતી પકડાયો નહિ. સિપાઈઓ ચિલાતીની નજીક આવતા હતા તે જોઈને ચિલાતીએ સુસીમાનું મસ્તક કાપી નાખ્યું અને ધડ ત્યાં રહેવા દીધું. શેઠ - સિપાઈઓ આ જોઈને શોક કરતા ઘેર પાછા ફર્યા. ચિલાતીએ જંગલમાં એક મુનિનાં દર્શન કર્યા. મુનિએ માત્ર ત્રણ શબ્દોમાં ઉપદેશ આપ્યો. ‘‘ઉપશમ, વિવેક અને સંવર' ચિલાતીએ તેનો અર્થ વિચારી તુરત જ અમલ કર્યો અને ધ્યાનમગ્ન બની ગયો. કીડીઓએ શરીર ચાળણી જેવું કરી નાખ્યું છતાં ઉપશમ ભાવમાં જ સ્થિર રહીને અંતે સ્વર્ગમાં ગયા. Jain Education International For Private & Personal Use Only ૨૦૧ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy