SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ એક આલંબનમાં અંતરમુહૂર્ત પર્યંત્ મનની સ્થિરતા તે છદ્મસ્થ યોગીઓનું ધ્યાન કહેવાય છે. તે ધર્મધ્યાન અને શુકલધ્યાન એમ બે પ્રકારનું છે, અને યોગના નિરોધરૂપ ધ્યાન અયોગીઓને હોય છે. (ચૌદમા ગુણઠાણાવાળાને) ધ્યાનવૃદ્ધિનો માર્ગ मैत्रीप्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् धर्म ध्यान मुपस्कर्तुं तद्वि तस्य रसायनम् ॥ ११७ ॥ पा. ३१२ તુટેલા ધ્યાનને ફરીથી ધ્યાનમાં જોડવા માટે મૈત્રી, પ્રમોદ, કરૂણા, મધ્યસ્થતા આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રાયોજવી કારણ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે. दक्षिणेन विनिर्यातौ विनाशानि निलानलौ निःसरन्तौ विशन्तौ च मध्यमा वितरेण तु ॥ ६० ॥ पा. ३४२ જમણી નાસિકામાંથી નીકળતો પવન અને દહન વાયુ દરેક કાર્યના વિનાશને માટે થાય છે અને ડાબી નાસિકામાંથી નીકળતો કે પ્રવેશ કરતો તે વાયુ મધ્યમ ફળ આપે છે. वीतरागो विमुच्यते वीतरागं विचिंतयन् रागिणंतु समालंब्य रागीस्यात् क्षोभणादिकृत ॥ १६॥ पा. ४४६ રાગરહિતનું ધ્યાન કરતાં પોતે રાગથી મુક્ત થાય છે. અને રાગીઓનું આલંબન લેનાર કામ, ક્રોધ, હર્ષ, શોક, રાગ, દ્વેષાદિ વિક્ષેપને કરનાર સરાગતાને પામે છે. बाहयात्मानमपास्य प्रसकितमाजांतरात्मना योगी सततं परमात्मानं विचिंतयेत्तन्मयत्वाय ॥ ६ ॥ पा. ४८४ આત્મસુખના પ્રેમી યોગીએ અંતર આત્માવડે બાહ્યત્વભાવને દૂર કરી તન્મય થવા માટે નિરંતર પરમાત્મભાવનું ચિંતન કરવું. ૧૯૦ कर्माण्यपि दुःखकृते निष्कर्मत्वं सुखाय विदितं तु न ततः प्रयतेत कथं निः कर्मत्वं सुलभमोक्षे ॥ ५० ॥ पा. ५१७ કર્મો દુઃખને માટે છે અને કર્મ રહિત થવું તે સુખને માટે છે. એમ તમે જાણ્યું તો નિષ્કર્મરૂપ (કાંઈ પણ ક્રિયા ન કરવારૂપ) સુલભ મોક્ષ માર્ગને વિશે શા માટે પ્રયત નથી કરતા ? (સંદર્ભ: યોગશાસ્ત્ર ભાષાંતર લે. કેશરસૂરીશ્વરજી મ.સા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy