SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ चतुः पर्व्यां चतुर्थादिकु व्यापार निषेधनम् ब्रह्मचर्य क्रिया स्नानादि त्यागः पौषधव्रतं ॥ ८५ ॥ पा. २२३ ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરવો. પાપવાળા સદોષ વ્યાપારનો ત્યાગ કરવો. બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શોભાનો ત્યાગ કરવો એમ પૌષધ વ્રત ચાર પ્રકારનું છે. आत्माज्ञान भवं दुःख - मात्म ज्ञानेन हन्यते તપસાવ્યાત્મ વિજ્ઞાન - હિનૈછેલ્લું ન શયતે ॥ 3 ॥ .. ૨૦૩ આત્મઅજ્ઞાનથી પેદા થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે નાશ થાય છે. જે દુઃખ આત્મજ્ઞાન વિનાના મનુષ્યો તપસ્યા વડે કરીને પણ છેદી શકતા નથી. क्षांत्या क्रोधो मृदुत्वेन मानो मायार्जवेनच लोभश्चानीहया जेयाः कषाया इति संग्रहः ॥ २३ ॥ पा. २७१ ક્ષમાથી ક્રોધનો, નમ્રતાએ કરી માનનો, અનિચ્છા (સંતોષ)થી લોભનો જય ક૨વો, સરળતાથી માયાનો. આ પ્રમાણે સર્વ કષાયોને જીતવાનો સંગ્રહ બતાવ્યો છે. मनः कपिरयं विश्वपरिभ्रमण लंपट : नियंत्रणीयो यत्नेन मुक्ति मिच्छुभित्मनः ॥ ३९ ॥ पा. २७६ કર્મોથી પોતાની મુક્તિ મેળવવાના ઇચ્છક મનુષ્યોએ વિશ્વમાં પરિભ્રમણ કરવામાં લંપટ આ મનરૂપ વાંદરાને પ્રયતથી રોકી રાખવો. स्निह्यतिजंतवो नित्यं वैरिणोपि परस्परम् अपि स्वार्थकृते साम्य भाजः साधोः प्रभावतः ॥ ५४ ॥ पा. २८० પોતાના સ્વાર્થને માટે પણ સમભાવનું સેવન કરતા સાધુઓના પ્રભાવથી નિત્ય વેર ધારણ કરનારા પ્રાણીઓ પણ આપસમાં સ્નેહભાવ ધારણ કરે છે. (આ સર્વ સમભાવનો પ્રભાવ છે) एक उत्पद्यते जंतु - रेक एव विपद्यते कर्माप्यनु भवत्थेकः प्रचितानि भवांतरे ॥ ६९ ॥ पा. २९० આ જીવ ભવાંતરમાં એકલોજ ઉત્પન્ન થાય છે એકલોજ મરણ પામે છે. અને પોતે એકત્ર કરેલ કર્મો આ ભવમાં અથવા ભવાંતરમાં એકલો જ અનુભવે છે. (ભોગવે છે) (આ એકત્વ ભાવનાનું ચિંતન કરવું) मुहूर्तेतिर्मनः स्थैर्य ध्यानं छध्मस्थयोगिनाम् धम्मं शुकलं च तद् द्वेधा योगरोधस्त्वयोगिनाम् ॥ ११५ ॥ पा. ३१२ ૧૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy