________________
૧૮૨
મદ-વિષ-ભર્યો આત્મા, ઝેરીલો બની જાય છે; પ્રાયશ્ચિત્ત લઈ પૂરું, પાછું પીયૂષ થઈ શકે.
ક્ષમા
ક્ષમા એ છે ધરા એવી, ઔદાર્ય – અબ્ધિના સમી; કિન્તુ સ્ત્રી થકી હારે, વીરતા નરજાતિની. દુર્ગુણીને ભલે આપો, માફી અંગત સર્વદા; સમાજે માફીનો ખોટો, ઉપયોગ ન દો થવા. વેરનો બદલો વાળે, ક્ષમા-પ્રેમે મનુષ્ય જો; સ્વયં નિમિત્ત રૂડું, સાથ આપે નિસર્ગ તો. મહાશક્તિ ક્ષમા કિંતુ, બને દુર્બળ ઢાંકણ; મર્ત્ય સમાજ માટે તે તો અધોગિત કારણ.
ભૂલપાત્ર ગણી સૌને, વિષે રહો ઉદાર થઈ; ક્ષમા કરો ક્ષમા રાખો, સ્વ-પર-શ્રેય સાચવી.
સૌન્દર્ય
સૌન્દર્ય પૂજવા યોગ્ય, ન તેને ગૂંથવું ઘટે; જે ચૂંથે ને ચૂંથાવે જે, બેઉં તે નાશ નોતરે. સત્ય સ્વયં પ્રકાશે છે, સત્યને સાજ ના ખપે; નર્યું સત્ય જ સૌન્દર્ય, પામી સત્યાર્થી સંચરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org