SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ સજીવમાં કળા શોભે, અજીવથી અનેકધા; સત્સંગ સંગ ચાખે તો, પામે પશુય પાત્રતા. આત્મા સૂતેલ જાગે છે, સત્સંગના પ્રભાવથી; કુટિલ વૃત્તિઓ સર્વે, સહેજે સૂલટી થતી. રૂડા સત્સંગથી પામે, દૈત્યોય મનુષ્યતા; રાખીને સત્સંગમાં શ્રદ્ધા, નિરાશા છોડજો સદા. દાન સાચા એવાય દાતાને, સ્વર્ગ નહિ ખપે કદા; સદા સેવા ખપે સૌની, આત્માર્થી જાણજો સદા. અમૃત અને ઝેર બદલો કટુ બોલોનો, કટુતાથી ન વાળશો; ક્રિયાશીલ મીઠાશોમાં, કટુતા ઓગળાવશો. વિરોધીઓ વમે ઝેર, ભરી વેરની કોથળી; જિંદગી જાય છે તેની, આખી કુકૃત્યથી ભરી. તોય માનવતા કો'દી, ન ચૂકે ઊંચ માનવી; ઝેરને અમૃતે જીતે, ઈશ્વરી શક્તિ વાપરી. વિરલ કો' દશ્યો એવાં, ચિત્તમાં કાયમી વસે; મધુરી સ્મૃતિઓ જેની, ઝેરમાં અમૃત ભરે. વિશે વિષ ભર્યું તોયે, સ્નેહી સંગે બને સુધા; કિંતુ સુધા થશે ઝેર, સુસ્નેહી વિણ સર્વદા. અહં સારું, ન તે સારું, જો તેમાં ભળતો મદ; કેમકે મદને ઝેરે, આત્મામૃત બને વિષ. ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy