SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તપ-ત્યાગ આંતરિક અને બાહ્ય, ત્યાગ બંને પ્રકારના; સાધે જો ક્રમથી સૌ, તો વિશ્વશાંતિ ટકે સદા. પાર પામે સુખ મર્ય, દેવદુર્લભ કૃત્યને; હોય જો તપ ને ત્યાગ, તેની સંગે ક્ષણે-ક્ષણે. સહિષ્ણુતા અને ત્યાગ, બંને વિકાસ-લક્ષણો; વ્યક્તિ-સમષ્ટિનો મેળ, ઇચ્છનારા ન ભૂલશો. મહાન પદવી મોટા, યજ્ઞ વિના પચે નહિ; તપ-ત્યાગ વધે જેથી, ભોગ-સંગ નડે નહિ. તપ-ત્યાગ થકી ધૂળ, દેહ છો નબળો પડે; કિન્તુ સાથે તપ-ત્યાગે, આત્મા તો સબળો થશે. | નિષ્ઠા છે ચમત્કારની નિષ્ઠા, અનર્થ-મૂળ વિશ્વનું યુગજનો હણે એને, કરે ચારિત્રા ઊજળું. સત્યનિષ્ઠા ડગે કિંતુ, ને અભિમાન પાંગરે; ઝટ લાપોટ લાગે ને, નિસર્ગ વિફરી પડે. શ્રદ્ધા રૂડા સત્સંગથી પામે, દૈત્યોમાંય મનુષ્યતાઃ રાખીને સત્યમાં શ્રદ્ધા, નિરાશા છોડજો સદા. અણી પળે કસોટીઓ, અપરંપાર આવતી; સમજપૂર્ણ શ્રદ્ધા જ, આખરે ત્યાં જીતતી. કો ક્ષણે હારતી લાગે, કિંતુશ્રદ્ધા સદા જયી; તેમ સ્ત્રી હારતી ભાસે, તોય સ્ત્રી છે સદા જયી. એવી વેળાય આવે છે, તકે ચર્ચા ત્યાં નિરર્થક; હૈયે હૈયાં કરે વાતો, શ્રદ્ધાનો માત્ર ત્યાં ખપ. ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy