________________
પ્રકરણ - ૨
ઉપનિષદુ આ વિભાગમાં ઉપનિષદ્ નામવાળી કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે. ત્રિકાળ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રગ્રંથનું અપરનામ અધ્યાત્મોપનિષ છે. આ ગ્રંથથી સૌ કોઈ સુવિદિત છે. અહીં તેનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
- શ્રી મહામહોપાધ્યાય યશોવિજયજીએ અધ્યાત્મ ઉપનિષદ્ નામના મહાન ગ્રંથની રચના બે ભાગમાં કરી છે. તેમાં જૈનદર્શન અને અન્ય દર્શનોની તુલનાત્મક વિચારધારાનો સમાવેશ થાય છે. આત્મસ્વરૂપની ખોજ અને પ્રાપ્તિ એ સૌ કોઈ ધર્મમાં મહત્વનો વિષય છે. આ ગ્રંથમાં પૂ.શ્રીએ વિવિધ વિચારો દ્વારા અધ્યાત્મ વિષયક માહિતી દર્શાવી છે. તેમાં ભાષાંતર સંસ્કૃત અને ગુજરાતી ટીકાનો સમાવેશ થાય છે. અત્રે પસંદ કરેલા શ્લોકો ભાષાંતર સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. આ. બુધ્ધિસાગરસૂરિજીએ ઇશાવાસ્યોપનિષદ્ શિષ્યોપનિષદ્ અને જૈનોપનિષદ્રની રચના કરી છે. એમની ઇશાવાસ્યોપનિષદ્રની રચનામાં જૈન ધર્મના નયવાદ અનેકાંતવાદથી આ ઉપનિષદ્ગા વિચારોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે તેમ જાણવા મળે છે. કવિની ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયવાદી વલણ આ ગ્રંથ દ્વારા પ્રગટ થાય છે. શિષ્યોપનિષદ્ધ સૂત્રાત્મક શૈલીમાં ગુરુ-શિષ્યના સંબધોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાંના વિચારો વ્યવહાર શુધ્ધિ માટે પિતા-પુત્ર અને વડીલ તથા તેના આશ્રિતના સંબંધો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. જૈનોપનિષદ્ગો વિષય જૈનત્વના આચાર વિચાર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપનિષદ્વી વિશેષતા એ કવિની સૂત્રાત્મક શૈલી એટલે કે અર્થગંભીરતાના નમૂનારૂપ છે.
ઉપનિષદ્વી જૈન અને અન્ય દર્શનમાં રહેલી વ્યાખ્યાને માહિતી દ્વારા સમગ્ર રીતે ગ્રંથોમાં રહેલી તત્ત્વજ્ઞાનની વિચારધારાનો પરિચય થાય છે.
૧. અધ્યાત્મોપનિષદ્ - હેમચંદ્રાચાર્ય કળિકાળ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનું બીજું નામ અધ્યાત્મોપનિષદ્ છે. કુમારપાળ મહારાજાના સ્વાધ્યાય નિમિત્તે પૂ. શ્રીએ આ મહાન ગ્રંથની રચના કરી જૈન દર્શનના વૈવિધ્યપૂર્ણ વિચારોનું નિરૂપણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org