________________
જન્મવું-મરવું નિશે, ક્રમ છે વિશ્વનો સદા; તો અવતાર-કૃત્યોને, પાર પાડી જવું ન કાં ? આવે એક અને જાય, આવજા એમ ચાલતી; સંસારે કાયમી એવી, ચાલુ રહે મુસાફરી.
આપદા કરોડો આપદા જ્યારે, આવે છે એકસામટી; ત્યારે છેલ્લી પળે પ્રભુની, મદદો આવે ઘણી. મનુષ્યો કરજો નિત્ય, સદુપયોગ શક્તિનો; નાહકના તમો કોને, કદીય ન દુભાવશો. રાષ્ટ્રને ઘડનારી જ્યાં; પ્રજાશક્તિ ખૂટી જતી; તો ત્યાં સરમુખત્યારી, આપોઆપ શરૂ થતી. મહિલા છે મહાશક્તિ, વિશ્વને ઘેરશે અહો ! જો એ મહાન શક્તિનો, સદુપયોગ થાય તો.
આત્મશક્તિ સજામાં, શસ્ત્રમાં નિષ્ઠા, સાચો વીર ધરે નહિ; આત્મશક્તિ તણી ભક્તિ, તેની રગે રગે વસી. બાહા બળો બધાં વ્યર્થ, દિલશત્રુ દબાવવા; અંતઃશુદ્ધિ આત્મશક્તિ, ખપ લાગે તિહાં ખરી. તપથી તો વધે શક્તિ, તપે તેજ વધી જતું; ભાન જાગે તપસ્યાથી, તો અનંત આત્મશક્તિનું. જાનમાલ તણા ભોગે, આત્મશક્તિ વધારવી; આત્મશક્તિ વધે ત્યારે, નમ્ર પ્રીતિ ન ભૂલવી.
આધ્યાત્મિકતા નહિ જે રિદ્ધિની પૂંઠે, સાચી આધ્યાત્મિકતા હશે; તે રિદ્ધિને કદી કોઈ, નીતિપ્રેમી ને પૂજશે. ભૌતિક દૃષ્ટિ રાખીને, સંસારે નર સંચરે; પ્રામીને ભોગ ને કીર્તિ, વિષે અધર્મ આચરે.
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org