________________
કિંતુ નિવૃત્તિ લઈ તેની, શુદ્ધિ તો થવી જોઈએ. પ્રસાદ, રસ ને શાંતિ, આનંદ અંતરે પડ્યા; શોધી માણે મહાજ્ઞાની, આત્માની મોજ તે સદા. જગે સ્ત્રીદિલ સર્વાગે, જીત્યો તે સર્વજિત્ છે; ને આંતરજગત પૂરું, પેખ્યું તે પૂર્ણ જ્ઞાની છે. નિસર્ગ-ન્યાય હંફાવે ક્રૂર મિથ્યાભિમાનીને; ત્યાગ અષી સમત્વીને, નિમિત્ત બનવું પડે.
કર્મનો મહા નિયમ શાશ્વત સૂત્ર સંસારે સૌને લાગુ પડેલ છે;
જે કરે ભોગવે તે તો, ન મૂકે કર્મ કોઈ ને.” વિભુનેય નહિ છોડે, કર્મનો કાયદો કદી; કર્મને બાંધતાં પહેલાં, ચેતજો વાત છે ખરી. કર્મ-ફળે નહિ કો'દી, ભાગ કોઈ પડાવતું, સૌ સૌનાં ભોગવે કર્મો, કર્મ કોને ન છોડતું. છે કેટલાં એક કર્મો, સંગઠિત પ્રયતથી; પલટો શીધ્ર પામે છે, સમૂહચેતના થકી. ઋણાનુબંધની વાતો, છે અગમ્ય અગોચર; વાવે એક અને બીજો, ફળ ચાખે શુભાશુભ. કરેલા હાથનાં કૃત્યો, હૈયે વાગે ગણો યથા; સામુદાયિક કર્મોય, વ્યક્તિઓને નડે યથા. વૈયક્તિક યથા કર્મો, સામુદાયિક છે તથા; વ્યક્તિ તથા સામુદાયિક, ભોગવે તે યથા તથા.
સંસારની ગતિ મળવું, વીખરાવું નક્કી, બંને સંસારની ગતિ; તો હર્ષ મળવામાં શો, ને શોક શો વિયોગથી ? જન્મવું-મરવું નક્કી, સંસારી ચક્ર ચાલતું; તો ત્યાં જીવનને યજ્ઞ, ગણીને કાં ન ચાલવું ?
| ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org