SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત અને ભક્તિ જેને ભક્તિ ખરી જાગી, પેખે સર્વત્ર તે હરિ; પોતામાં-સર્વ પ્રાણીમાં, જાણે અદ્વૈતતા ભરી. અંતે તો મુક્તિથી મોટી, છે ભક્તિ ભગવાનની; સંન્યાસી ને ગૃહસ્થીની, ધારા બે સાધના તણી. આ બેમાં કોણ છે શ્રેષ્ઠ, તે નિશ્ચે કહેવું દોહ્યલું, પોતપોતાની કક્ષાએ, બંનેનું જરૂરીપણું. ભક્તિમાર્ગ જ ઊંચો એ, બીજાં સૌ સાધનો થકી; સૌ પાપ-પુણ્યથી મુક્તિ, પમાશે ફક્ત ભક્તિથી. બન્યો કુસંગથી પાપી ને અધર્મી અજામિલ; ભગવન્નામથી પાછો, થયો ધર્મિષ્ઠ બ્રાહ્મણ. અમૃત કરનારું જો, ફક્ત નામેય થાય જ્યાં; સહૃદયા દયાભક્તિ, મોક્ષ દે નવાઈ શી ! ત્યાગી ભોગો ફરી પાછા, ભોગવે ૫રમાર્થથી; વિશ્વહિતાર્થ ભક્તો તે, ભગવન્મય ભાવથી. તેવા પ૨મ ભક્તોને, સર્વાંગી પ્રભુતા વરે; બીજા ત્યાગી પૂરા તોયે, એકાંગી સાધના ધરે. ભક્તિ તે કારણે જ્ઞાન, કર્મથી યે મહાન છે; તો સદા ભક્તિનો પાયો, સાબૂત રાખવો પડે. ઋષિમુનિ પ્રભુતુલ્ય, પ્રભુથી શ્રેષ્ઠ ભક્ત છે; તેથી પ્રભુ સ્વયં આવ્યા, સંતો સહિત તગૃહે. થતો ઉદ્ધાર ભક્ત-જનોનો સે'જ ભાવથી; તેથી જ નિત્ય સૌ વાંચ્છે, માત્ર ભક્તિ સ્વભાવિકી. પ્રભુ પોતે સ્વભક્તોને, પોતાથીયે વધુ ગણે; તેથી રક્ષા કરે પૂર્ણ, અંબરીષ-કથા ભણે. સર્વાંગી પ્રભુના ધ્યેયે, બાકી ગૌણ બધું ગણે; તે જ વ્યષ્ટિ-સમષ્ટિનું, સ્વ-પર શ્રેય સાધશે. ચાહે તે ભાવથી ભક્તો, પ્રભુને જ ભજે ખરા; તેઓ વિકાસ પામીને, ક્રમશ: મોક્ષ પામતા. Jain Education International For Private & Personal Use Only |૧૭૫ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy