SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ Jain Education International ક્રાંતિ ખાડા ને ટેકરાવાળો, ક્રાંતિનો માર્ગ દોહ્યલો, આફતો લાલચો જીતે, તેને તે સાવ સોહેલો. સર્વાંગી ક્રાંતિ-પંથે તો, જોખમો ખેડવાં પડે, વિવેકબુદ્ધિને કિંતુ ન છોડવી ક્ષણેય તે. ચાલો ઘણું છતાં તોયે, ક્રાંતિપંથ ખૂટે નહિ, માટે જ શીખજો મોજ માણવી ચાલવા મહીં. ધ્યેયલક્ષી લીધેલાં જે તે વ્રતો પાળવાં સદા, સૂક્ષ્મ-સ્થૂળ રીતેય, સાચી ક્રાંતિ થશે તદા. ધર્મયુદ્ધ પૂર્વગ્રહ ન દ્વેષ ને, ડંખ જેના દિલે નથી, તેવો સુયોગ્ય સેનાની, ધર્મયુદ્ધ કરી શકે. કટ્ટર શત્રુને જ્યારે, વિશ્વાસ બેસતો ઉરે, સત્યનિષ્ઠા વિશે ત્યારે, ધર્મયુદ્ધ ગણો ભલે. યુદ્ધે ન નાશતી માત્ર, માનવ, પશુસંપદા, કૈંક સંસ્કૃતિનાં સ્મરણો, સંગાથે નાશ પામતાં. મહાત્મા, ઋષિતાપસ, તપસ્વી થવાની હો મહા ભૂલ, ત્યારે નાની ક્ષતિ પ્રતિ; આંખો મીંચે મહાત્માઓ, કિંવા ક્ષતિ કરે જતી. મહર્ષિઓ ભલે વર્ષો લગી સિદ્ધાંતમાં ટકયા; કિંતુ જો ચૂકશે ક્યાંક તો થશે સાધના વૃથા. થોડાનો સંગ છોડીને, સર્વનો સ્નેહ ઝંખતા; તેવા તાપસ એકાંતે, રહી દુ:ખો સહે ઘણાં. ક્રોધાગ્નિથી તપસ્વીઓ, બાળીને બળતા નથી; તેમ જ તપ-સંયમ કેરું, ફળેય વાંચ્છતા પાંધી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy