________________
પ્રજા-દિલો જીતે પૂરાં, પછી તે થાય ભૂપતિ. જે રાજા તંત્રમાં મુખ્ય, તેવા એ રાજતંત્રમાં; ઊંચું ચારિત્ર રાજાનું, અવશ્ય હોવું ઘટે.
લોકશાહી લોકશાહી અપેક્ષે છે, પ્રજામાં નિત્ય જાગૃતિ; સર્જે સરમુખત્યારી, બેપરવા પ્રજા બની. જે રાજ્યમાં મળે પૂર્ણ, સર્વ રીતે સ્વતંત્રતા; તે રાજ્યની પ્રજામાંહી, જોઈએ જાગરૂકતા. પ્રજા-જાગૃતિ જો આવી, ન રહે લોકરાજ્યમાં; તો તે રાજ્ય પ્રજા રાજ્ય, તણી પામે ન પાત્રતા. તેવી જ રીતે પ્રજા રાજ્ય હશે જે લોકતંત્રમાં રાખવા સ્વચ્છ ને સ્વસ્થ, તેવી પ્રજા થવી ઘટે, રાષ્ટ્રને ઘડનારી જ્યાં, પ્રજાશક્તિ ખૂટી જતી; તો ત્યાં સરમુખત્યારી, આપોઆપ શરૂ થતી. જાનમાલ પ્રજા કેરાં, રક્ષવા રાજયકાર્ય છે; પોષવાં શીલ, સ્વાતંત્ર્ય, તે પણ રાજયકાર્ય છે. માટે રાજા ફરે નિત્ય, હાથમાં લઈ મૃત્યુને પ્રજાતંત્રે પ્રજાએ ય, તેમ જ વર્તવું પડે. ભૂપત્તા થકી લોકસત્તા સર્વોચ્ચ છે છતાં; આબાદી ન્યાયરક્ષામાં, જનતંત્રો ન ફાવતાં. તો જનતંત્રની શ્રદ્ધા, ન લોકે જામતી કદા; તેથી જ પણ ગુણો તંત્રે, લાવવા સૌ મથો સદા. રાજયતંત્ર નહીં ચાલે, શિક્ષાસૂત્રો થકી કદી; તંત્ર ચાલે પ્રજાસ્નેહ, પ્રજા પ્રત્યે વધ્યા થકી.
સાચો શહીદ પૈસો, પ્રાણ પ્રતિષ્ઠા સૌ, સાચો શહીદ ત્યાગતો; કિંતુ અવ્યક્ત તત્ત્વોના સહારે પાર પામતો.
૧૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org