________________
૧૩. ગીતા દર્શન
મુનિ સંતબાલજીએ ગીતા દર્શન અને સમાજદર્શન ગીતાની રચના કરી છે. એમની બે કૃતિઓ સમાજ સુધારાના દૃષ્ટિબિન્દુથી રચાયેલી છે.
ભગવદ્ગીતાના વિચારોની સાથે જૈન ધર્મના કેટલાક સિધ્ધાંતો મળતા આવે છે. એવી તુલનાત્મક રીતે કેટલીક વિગતો ગીતા દર્શનમાંથી મળી આવે છે.
ગીતામાં સમત્વ છે ત્યાં જૈન સૂત્રોનું સમકિત છે.
કર્મકૌશલ વિશેના ગીતાના વિચારો જૈન ધર્મમાં ‘ચારિત્ર’માં આવે છે. ગીતાનો સવિકાર ક્ષેત્ર વિચાર જૈન ધર્મમાં બહિરાત્મા તરીકે માન્ય છે. અંતરઆત્માને ગીતામાં ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. પરમાત્માને પરધામરૂપે
માનવામાં આવે છે.
શુભ આશ્રવને સુકૃત અને અશુભ આશ્રવને દુષ્કૃત ગણવામાં આવે છે. સંવરભાવના સમત્વ યોગ સાથે સામ્ય ધરાવે છે. સકામ નિર્જરા એ ગીતાનો અનાસકત યોગ છે.
કર્મબંધ એ ગીતાનો ભૂત પ્રકૃતિ બંધ છે.
સિદ્ધિસ્થાન ને ગીતામાં પરધામ માનવામાં આવે છે.
જૈન ધર્મના રાગદ્વેષને ગીતામાં કામ ક્રોધમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સ્થૂલ અને સૂક્ષ્મ હિંસાના સિધ્ધાંતો જૈન ધર્મમાં છે તેવા અન્ય દર્શનોમાં નથી. અહિંસાનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અભ્યાસ અને આચારધર્મ તરીકે સાધનાના ક્ષેત્રમાં પણ તેનું નિરતિચારપણે પાલન એ જૈન દર્શનની નોંધપાત્ર વિશેષતા છે.
જૈન દર્શનમાં અહિંસાના પાલન માટે યતના અને ઉપયોગ શબ્દ દૈનિક ક્રિયા ને વ્યવહારમાં પ્રચલિત છે.
મુનિ સંતબાલજીના ઉપરોક્ત વિચારો ‘ગીતા’ વિષયક વિવિધ કૃતિઓના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યા છે. એમની ધાર્મિક સહિષ્ણુતાની દૃષ્ટિ ધાર્મિક અને રાષ્ટ્રીય એક્તામાં પૂરક બને છે.
મુનિ સંતબાલજીની ગીતામાં વ્યવહાર શુદ્ધિથી જીવનમાં શાંતિને ઉત્સાહ પ્રાપ્ત થાય તેવા વિચારો વ્યક્ત થયા છે. સમાજદર્શન ગીતામાં વ્યક્તિ અને સમષ્ટિને આવરી લેતા વિવિધ વિષયોનું નિરૂપણ થયું છે. અત્રે ઉદાહરણરૂપે કેટલાક વિચારો કવિના શબ્દોમાં જ નોંધવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૬૭
www.jainelibrary.org