SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતનું વિવેચન કર્યું છે. શ્રી જૈન જ્ઞાન ગીતામાં જૈન દર્શનના મૂળભૂત વિષયોનો સમાવેશ કરીને શાસ્ત્રીય આધારને ઉદાહરણરૂપે મૂકીને વિચારોનું નિરૂપણ કર્યું છે. નવતત્ત્વ, સંયમજીવન, કષાય, મિથ્યાત્વ, શ્રાવકાચાર, અનિત્યભાવના, બ્રહ્મચર્ય, બ્રાહ્મણ ગુણ જેવા વિષયો દ્વારા જૈન તત્ત્વજ્ઞાનની વિગતવાર માહિતી આપી છે. કવિએ ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકો, જ્ઞાતાધર્મ કથા, દશવૈકાલિક, સૂત્રકૃતાંગ, ભર્તુહરિ વૈરાગ્ય શતક ને આધારે વિવેચન કર્યું છે. જૈન દર્શનના સ્વાવાદના વિષયને ગીતામાં આવરી લેવામાં આવ્યો હોત તો જૈન અને જૈનેતરોને માટે જૈન દર્શનના પરિચય માટે એક નમૂનેદાર ગીતા ગ્રંથ તરીકે સ્થાન પ્રાપ્ત થઈ શકત. પારિભાષિક શબ્દોની જાણકારી હોય તો આ ગીતાના રહસ્યને પામી શકાય. માગધી ભાષાના શ્લોકોનું ગુજરાતીમાં વિવેચન કરીને ભગવાનની વાણીનો અનેરો પરિચય કરાવ્યો છે. જૈન ગીતા કાવ્યોની યાદીમાં આ ગ્રંથ દર્શનશાસ્ત્રના સિદ્ધાંતોનું નિરૂપણ કરતો માહિતીસભર છે. તત્વજ્ઞાનના કઠિન વિષયના વિવેચનમાં દૃષ્ટાંત દ્વારા રસિકતા પ્રગટ થાય છે. કવિએ ચિત્ત-સંભૂતિ મુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તી, આત્મકલ્યાણ કરનાર ચાંડાલ કુળના હરિકેશી મુનિ, જયઘોષ અને વિજય ઘોષ (પા. ૧૮૫)નો પરિચય કરાવ્યો છે. ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીને તપશ્ચર્યા અંગે પ્રશ્નો પૂછયા અને ભગવંતે જવાબ આપ્યા તેનાથી ગીતાની શૈલીમાં નવીનતા દ્વારા તત્ત્વની વિચાર સરળ ને સુગ્રાહય બને છે. (પા. ૧૩૮) આવું બીજું દાંત ભૃગુપુરોહિત અને તેના પુત્રના પ્રશ્નોત્તરોનું છે. (પા. ૧૭૮) મૃગાપુત્ર અને માતા વચ્ચેનો સંવાદ અનન્ય પ્રેરક છે. (પા. ૧૮૨). પ્રસ્તુત ગીતાની શૈલી તત્ત્વજ્ઞાનના વિશ્લેષણને અનુરૂપ છે. ઉત્તરાધ્યયન અને અન્ય આગમ ગ્રંથોના શ્લોક, તેનો અનુવાદ અને વિવેચન દ્વારા વિચારોની અભિવ્યક્તિ થઈ છે. આવા ગ્રંથોના સંદર્ભો, દૃષ્ટાંતો, સંવાદ, પ્રશ્નોત્તર વગેરે દ્વારા પણ વિવેચન અસરકારક બન્યું છે. ગીતા નામને સાર્થક કરતી આ કૃતિ જૈન દર્શનના મૂળભૂત સિધ્ધાંતોનો રસિક આસ્વાદ કરાવે તેવી છે. ૧૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy