SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અને સંયમ દ્વારા આત્માનો વિકાસ થાય છે તેવું ચારિત્ર મોક્ષ દાયક બને છે. બારમા પ્રકરણમાં ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. સંસાર એક રંગમંચ છે. અને કર્મોદયે જીવાત્મા અવનવા પાઠ ભજવે છે. કવિએ ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકનો સંદર્ભ આપીને સંસારી જીવોને બોધ આપ્યો છે. બવાં સંગીત તે એક પ્રકારના વિલાપ સમાન છે. સર્વ પ્રકારનાં નાટક નૃત્ય આદિ ઉપાધિ-ઘેલછા અને વિટંબનારૂપ છે. બધા અલંકારો બોજારૂપ છે અને બધા કામભોગો એકાંતે દુઃખને જ આપનારા છે. અહીં આંગ્લનાટયકાર શેકસપિયરના નાટક "As you like it' નો સંદર્ભ નોંધ્યો છે. તે આ પ્રમાણે છે. And all the world's a stage and all the men and women merely players. They have their exists and their entrances and one man in his time plays many parts. આ જગત એક રંગ મંચ છે. બધા પુરુષો અને સ્ત્રીઓ (ભવનાટકના) પાત્રો છે. તેઓની ગતિ અને આગતિ હોય છે. અર્થાત્ સંસારી જીવોને જન્મ મરણ હોય છે. અને એક માણસ પણ પોતાના ભવ દરમ્યાન ઘણી ફરજો - કર્તવ્યો – સંબંધો દર્શાવે છે. કવિએ ભૃગુ પુરોહિત અને ઈષકાર રાજા – કમળાવતી રાણીના સંયમ સ્વીકારવાના નિર્ણયનો દષ્ટાંત તરીકે ઉલ્લેખ કરીને સંસારના સુખનો ત્યાગ કરી આત્મિક સુખ મેળવવાનો માર્ગ ચારિત્ર છે એમ જણાવ્યું છે. મૃગાપુત્રનું દૃષ્ટાંત સંયમનો મહિમા પ્રગટ કરવામાં પૂરક બને છે. જય ઘોષ અને વિજય ઘોષ બ્રાહ્મણ બંધુઓનું દૃષ્ટાંત પણ કથાનો આસ્વાદ કરાવીને યજ્ઞની હિંસા છોડી સમ્યકદર્શન પામી જયઘોષ મુનિ બની આત્મકલ્યાણ કરતાં વિજયઘોષને પણ પોતાના બ્રાહ્મણત્વથી પ્રતિબોધ કરે છે અને એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જાતિથી કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી પરંતુ કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર થવાય છે. બ્રહ્મચર્ય અહિંસા, તપ અને ત્યાગના ગુણોથી બ્રાહ્મણ થાય છે. - સાચો યજ્ઞ (વેદમુખ યજ્ઞ) તેજ છે કે જે યજ્ઞમાં જીવરૂપ કુંડ, તપરૂપ વેદિકા, કર્મરૂપ ઇંધણ, ધ્યાનરૂપ અગ્નિ, શુભયોગરૂપ ચાટવા, શરીરરૂપી યાજક, શુદ્ધ ભાવનારૂપી આહુતિ હોય. આવા યજ્ઞો કરે તે યોજકોમાં શ્રેષ્ઠ ગણાય છે. આવા યજ્ઞોનું વિધાન જે શાસ્ત્રોમાં હોય તે જ સાચા વેદ છે. કવિએ યજ્ઞનારૂપક દ્વારા આત્માની મુક્તિની વાત કરીને શાસ્ત્રનું સત્યદર્શન કરાવ્યું છે. તેરમા પ્રકરણમાં અનિત્ય ભાવનાનું વિવેચન કર્યું છે. આત્માને શુભ ભાવમાં સ્થિર કરવા અનિત્ય ભાવનાનું સ્વરૂપ ઉપયોગી છે. કાંપિલ્પ નગરના સંયતિ ૧૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy