SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પાપનું છેદન કરવું. વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા દ્વારા જ્ઞાન ક્રિયામાં જોડાવાથી કર્મની નિર્જરા થાય છે. આત્મવિકાસ માટે જાતિનું કાંઈ બંધન-ભેદ નથી. હરિકેશીમુનિ ચંડાળ કુળમાં જન્મ્યા હતા છતાં ગુણવાન હતા. પૂર્વના કર્મોદયે વૈરાગ્યવાસિત બની જૈન સાધુ થયા ત્યારે દેવે કસોટી કરી અને મુનિ પોતાના સંયમવ્રતમાં સ્થિર રહેતા દેવે પોતાની હાર સ્વીકારી અને મુનિ પાસે ‘દાસ’ તરીકે રહ્યો. કવિએ હરિકેશી મુનિની કથાનું દૃષ્ટાંત આપીને નિર્જરા દ્વારા આત્મવિકાસનો માર્ગ દર્શાવ્યો છે. ભગવતી સૂત્રના ૧૬ શતકના ૪ ઉદેશમાં આ દૃષ્ટાંત આવે છે. નવમા પ્રકરણમાં મોક્ષતત્ત્વની માહિતી આપી છે. મોક્ષ એટલે સકળ કર્મનું આત્માના સકળ પ્રદેશથી છૂટવું તે. સફળ બંધનથી મુક્ત થવું. સકળ કાર્યની સિધ્ધિ થાય, મોક્ષગતિ પમાય છે. મોક્ષે જનાર જીવની યોગ્યતાનાં ૧૯ લક્ષણો છે. ભવ્યત્વ, સ્થૂલકાય, ત્રસપણું, સંજ્ઞાપણું, પર્યાપ્તિ, વજરૂષભનારાંચ, સંઘયણ, મનુષ્યગતિ, અપ્રમાદ, ક્ષાયિક સમકિત, અવેદ અકષાય, યથાખ્યાત ચારિત્ર, સ્નાતક નિર્ચેથીપણું પરાશુકલ લેશ્યા, શુકલધ્યાન, કેવળજ્ઞાન, કેવળ દર્શન અને ચરમશરીર આવાં લક્ષણોવાળો જીવ મોક્ષે જાય છે. કવિએ કરકંડમુનિનું દૃષ્ટાંત આપીને મોક્ષગતિ પામવાનો સંદર્ભ સમજાવ્યો છે. તત્ત્વજ્ઞાનની શુષ્કતામાં આવી કથાઓ રસિકતા ટકાવવામાં સહયોગ આપે છે. દશમાં પ્રકરણમાં સમકિતનું સ્વરૂપ સમજાવ્યું છે. સ્વાભાવિક રીતે જાતિસ્મરણ જ્ઞાન) કે ઉપદેશથી નવતત્ત્વાદિમાં યથાર્થ શ્રદ્ધા થાય તે સમકિત છે. દેવગુરુ અને ધર્મ પ્રત્યેની આશંકા રહિત શ્રદ્ધાએ સમકિત છે. ચોથા ગુણ સ્થાનકથી આત્માનો વિકાસ શરૂ થાય છે. સમક્તિ વિના સત્વજ્ઞાન ન થાય, સત્વજ્ઞાન વગર આત્મિક ગુણો પ્રગટે નહિ અને કર્મ નાશ વગર મોક્ષ થાય, નહિ માટે સમકિત પ્રથમ સ્થાન ધરાવે છે. એક સમકિત મળે તો ભવ્યજીવોને માટે મોક્ષ માર્ગ સરળ બને છે. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય થાય તો મોક્ષ થાય છે. આ સમકિતથી બની શકે છે તે નિશ્ચિત છે. કવિએ સમકિત વિશે ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકોનો આધાર લઈને વિવેચન કર્યું છે. અગિયારમા પ્રકરણમાં ક્રિયા એટલે સમ્યક ચારિત્રની માહિતી છે. ધાર્મિક ક્રિયાઓ કરવાનો ઉમંગ એ સમકિત પ્રાપ્તિના હેતુરૂપ છે. ધર્મમાં શ્રદ્ધા પ્રગટયા પછી જીવ જ્ઞાન પ્રાપ્તિ કરે છે. પછી ચારિત્રની આરાધના કરે એટલે અંગે મોક્ષ પ્રાપ્તિ થાય છે. તપ, વિનય, સમિતિ, ગુપ્તિ, બ્રહ્મચર્યની નવવાડનો ત્યાગ ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy