SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વડે મલિન થયેલો આત્મા ધીરે ધીરે શુભ કર્મવાળો અને નિર્મળ થઈ અનુક્રમે મોક્ષ પામી શકે છે. નવ પ્રકારે પુણ્યબંધ થાય છે અને ૪૨ પ્રકારે પુણ્ય ભોગવાય છે. પુણ્ય તત્વના વિવેચનમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના ગુણોનો ઉલ્લેખ કરીને પુણ્ય તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત કથારૂપે દર્શાવ્યું છે. પાંચમા પ્રકરણમાં પાપ તત્ત્વ વિશે માહિતી આપી છે. પાપ એટલે અશુભ કૃત્યોથી બંધાતું મલિન પુદ્ગલોના બંધનરૂપી અશુભકર્મ અને તેના ઉદયથી અશુભ ફળ ભોગવતો આત્મા દુઃખ અનુભવે છે. અઢાર પાપસ્થાનક દ્વારા પાપનો બંધ થાય છે અને ૮૨ પ્રકારે પાપનું ફળ ભોગવાય છે. ઉપયોગ અથવા જયણાથી સર્વ પ્રવૃત્તિઓ ક૨વાથી પાપનો બંધ થતો નથી. આ માટે સદ્ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરી આચારધર્મનું અનુસરણ થાય તો પાપ કર્મબંધ થી અટકી શકાય. છઠ્ઠા પ્રકરણમાં આશ્રવતત્ત્વ વિશે વિગતો આપી છે. શુભાશુભ કર્મોનું જેના વડે આગમન થાય તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારે કર્મ બંધ થાય છે. આશ્રવના ૨૦ ભેદ છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચની આસક્તિ અને સેવનથી કર્મો બંધાતાં જીવની દુર્ગતિ થાય છે. સાતમા પ્રકરણમાં સંવર તત્ત્વ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે કર્મનાં દ્વાર બંધ કરવાં. આ પ્રવૃત્તિ સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ વગેરેથી કર્મ બંધનાં દ્વાર પર અંકુશ આવે છે ટૂંકમાં મન, વચન અને કાયાનું નિયમન કરવું. સંવરના ૫૭ ભેદ છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને પાંચ ચારિત્ર એમ ૫૭ ભેદ છે. કવિએ સૂત્ર કૃતાંગના શ્લોકના ઉદાહરણ દ્વારા નિરતિ ચા૨૫ણે ધર્મપાલનના ઉપદેશાત્મક વિચારો પ્રગટ કર્યો છે. મૃગ આદિ પ્રાણીઓ જંગલમાં રહે છે અને અન્ય હિંસક પ્રાણીઓથી પોતાના રક્ષણ માટે સતત સાવચેતી રાખે છે. જરા પણ શંકા લાગે તો દર ભાગી જાય છે તેવી રીતે વિવેકીજનોએ નિર્દોષ આજીવિકાથી રહેતાં ધર્મને સમ્યક્ પ્રકારે આચરીને પાપ કર્મનો ક્ષય કરવો જોઇએ. આઠમા પ્રકરણમાં નિર્જરા તત્ત્વના વિચારો વ્યક્ત કર્યા છે. કર્મનો નાશ થવો, ખરી પડવું એ નિર્જરા છે. તપથી કર્મની નિર્જરા થાય છે. તપના બે પ્રકાર છે. બાહ્યતપ અને અત્યંતરતપ. બાહ્યતપથી શરીર અપ્રમત્ત અને સંયમી બને છે, પરિણામે ચિંતન, મનન, યોગ, ધ્યાન આદિ થાય છે. અત્યંતર તપ એટલે પ્રાયશ્ચિત દ્વારા ૧૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy