________________
પ્રગટ થયેલ છે. ૮૦ ગ્રંથોની પ્રસ્તાવના લખી છે. ૧૭૭ ગ્રંથોનું સંકલન - સંપાદન કરીને જૈન સાહિત્યના સુષુપ્ત વારસાને હીરા-માણેક અને મોતીના તેજરૂપી પુંજથી ઝળહળતો રાખવાનું પુણ્ય કાર્ય કર્યું છે. આ જે એમનું સાહિત્ય ચતુર્વિધ સંઘને માટે જ્ઞાન પ્રાપ્તિના અમોઘ સાધન સમાન છે. એમણે ગુજરાતીમાં સ્તવન, સજ્ઝાયોની પણ રચના કરીને શુદ્ધ જ્ઞાનમાર્ગની સાથે ભક્તિમાર્ગની પ્રરૂપણા કરીને પૂ.શ્રીના હૈયામાં રહેલી ભક્તિ ભાવના પણ તેના દ્વારા સાકાર થઈ છે.
અંતિમ સમયે ત્રણ દિવસનું અનશન, પદ્માસન, ધ્યાનસ્થ મુદ્રા, શ્રુતજ્ઞાનની અપૂર્વ પ્રીતિ, સત્યવાદી, શાસ્ત્રાભ્યાસ દ્વારા શાસન પ્રભાવના અને રક્ષા, અનેક સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને પોતાના પ્રતિભાશાળી વક્તવ્યથી ધર્માભિમુખ કરવાની ઉત્કટ શક્તિ, નીડરતા, કર્તવ્યનિષ્ઠા જેવા ગુણોથી એમનું જીવન સૌ કોઈને માટે પરમપાવન ગંગાસ્નાન સમાન જીવન શુદ્ધિ માટે નિમિત્તરૂપ બન્યું છે. સંસારમાં પરિભ્રમણ કરતા, ટેન્શનમાં જીવતા માર્ગથી વ્યુત થયેલા લોકોને એમનું ચરિત્રગુણો અને કાર્યપધ્ધતિ જીવનનો સાચો ને શાશ્વત માર્ગ દેખાડે છે પરિણામે જીવાત્માને આરાધનાથી શાંતિ પ્રાપ્ત થાય તેમ છે.
પૂ.શ્રીનું આગમમંદિર અને સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યનો વારસો સૌ કોઈને માટે વ્યક્તિત્વ ઘડતર ને વિકાસ માટેની ભૂમિકા પૂરી પાડે છે, તે દૃષ્ટિએ એમનો પાર્થિવ દેહ નથી પણ એમનો દિવ્યાત્મા માનવ હૃદયમાં પરમોચ્ચ સ્થાને ચિરંજીવ સ્મૃતિરૂપ સ્થાન ધરાવે છે. પૂ. શ્રીને કોટી કોટી વંદના કરીને એમના ગુણોની ને શ્રુતજ્ઞાન ભક્તિ-ઉપાસનાની અનુમોદના કરું છું. વિશેષ તો એમની ગીતા કાવ્યની કૃતિના વાંચનથી પ્રતિભાદર્શન થશે.
જૈન ધર્મના શ્રુતજ્ઞાનના વારસાના સંરક્ષક, ઉદ્ધારક અને પ્રચારક પૂ. સાગરાનંદસૂરીશ્વરજીનું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય છે. એમની પૂર્વ જન્મની શ્રુતજ્ઞાનની આરાધના પ્રબળ-જ્ઞાનનો ક્ષયોપશમ પણ ઘણો ઉચ્ચ કોટીનો હોવાને પરિણામે એમને તાત્વિક ગ્રંથોની સાથે સર્વસાધારણ જનતા પણ જ્ઞાનામૃતાસ્વાદ માણી શકે તેવી કૃતિઓ પણ ભેટ ધરી છે.
જૈન ગીતા કાવ્યોની વિવિધતામાં પૂ.શ્રીની શ્રી જૈન ગીતા કાવ્યની રચના ઉચ્ચ કોટીની છે.
ભગવદ્ગીતા શ્રીકૃષ્ણ ભગવાનના વાક્ય તરીકે મનાય છે પણ આ જૈન ગીતા વીતરાગની વાણીનો પરિપાક છે. જૈનોને તો આત્મા મુખ્ય રાખીને જ નાનીમોટી આરાધના-સાધના-તપ આદિ કરવાનાં છે. તેથી આત્માનું હિત કઈ રીતે થાય
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org