SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. ઉદેપુરમાં મુનિ આલમચંદજીનો પરિચય થયો હતો. સં. ૧૯૬૦ના જેઠ વદ૧૦ના રોજ અમદાવાદમાં પંન્યાસ પદવી થઈ. નીતિવિજયજી, મણિવિજયજી (દાદા) અને આનંદસાગરજીની ત્રિપુટી સાધુ સમાજમાં જાણીતી થઈ હતી. સંવત ૧૯૭૪માં પૂ.શ્રીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને ત્યાર પછી જીવનની અંતિમ ક્ષણ સુધી આચાર્યપદની સાર્થકતા થાય તે રીતે વિતાવ્યું હતું. સુરતના ચાતુર્માસમાં વલ્લભવિજયજી, હંસવિજયજી, બુદ્ધિસાગરજી આદિ સાથે સંપર્ક અને સત્સંગ થયો હતો. સુરતના રા.બા. ઝવેરી નગીનચંદ ઝવેરચંદ તથા અન્ય શ્રાવકો પર બદનક્ષીનો કેસ ચાલતો હતો તેમાં જૈન સાધુ તરીકે કોર્ટમાં જુબાની આપીને પોતાના ચારિત્ર જીવન અને સાધુત્વની પ્રતિભાથી ન્યાયાધીશ પણ પ્રભાવિત થયા હતા. પૂ.શ્રીએ શ્રી જૈનાનંદ પુસ્તકાલય, રત્નસાગર જૈન વિદ્યાશાળા, શ્રી દેવચંદ લાલચંદ જૈન પુસ્તકોધ્ધારક ફંડ, શ્રી આગમોદય સમિતિ, રતલામમાં શ્રી રૂષભદેવજી કેશરીમલજી પેઢીની સ્થાપના, જામનગરમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતુ, દેશ વિરતિ આરાધક સમાજ, સુરત, શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર, સુરત, આગમ મંદિર, પાલિતાણા વગેરે સંસ્થાઓની સ્થાપના અને તેના સંચાલન માટે ફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિમાં સહયોગ આપીને રત્નત્રયીની આરાધના અને શ્રુતજ્ઞાનની પ્રભાવનામાં પ્રેરક બન્યા હતા. કેશરિયાજી, અંતરીક્ષજી, ભોપાવર, માંડવગઢ વગેરે તીર્થોની રક્ષા અને વિકાસમાં માર્ગદર્શક બન્યા હતા. છ'રી પાલિત સંઘ, પ્રતિષ્ઠા, અંજન શલાકા, ઉપધાન તપ, શ્રુતજ્ઞાન પ્રસાર, આગમ વાચના, સાધુ સંમેલન, સંવત્સરી ચતુર્થી-બે તિથિની ચર્ચા-વાદ, વગેરે દ્વારા જિન શાસનની પ્રભાવનામાં નિમિત્તરૂપ બન્યા હતા. સંવત ૧૯૮૭માં પૂ.શ્રીની પ્રેરણાથી અમદાવાદમાં જૈન સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તે વખતે જર્મન લેડી ડૉ. કાઉઝ પૂ. શ્રીની મુલાકાત અને પ્રદર્શન જોઈને કહ્યું હતું કે “આ મહાપુરૂષ તો જૈનોની જંગમ લાયબ્રેરી છે.” સંવત ૨૦૦૨ થી એમની તબિયત બગડી અને ત્યાર પછી અવાર નવાર તંદુરસ્તી સારી રહેતી ન હતી. સં. ૨૦૦૬ના વૈશાખ વદ-પાંચમને શનિવારે પૂ.શ્રી કાળધર્મ પામ્યા હતા. સુરત - ગોપીપુરામાં કાળધર્મ થયા પછી એમની સમાધિ સ્થળ - ગુરુમંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. વીસમી સદીના મહાન જયોતિર્ધર - સાહિત્યસર્જક તરીકે ગૌરવવંતુ સ્થાન ધરાવનાર પૂ. સાગરાનંદસૂરીશ્વરજી હતા. પૂ.શ્રીએ ૨૨૨ સંસ્કૃત – પ્રાકૃત કૃતિઓની રચના કરી છે. ૪૩ ગુજરાતી કૃતિઓ ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy