SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માટે ગીતા દ્વારા એક અવિચ્છિન્ન શાશ્વત માર્ગ દર્શાવ્યો છે. સરળ સંસ્કૃત ભાષાને અનુપ છંદમાં ગીતાની રચનાને વળી આ. બુધ્ધિસાગરસૂરિની વિવેચન શૈલીથી આ ગીતા કાવ્ય જૈન સાહિત્યની ગૌરવવંતી સાંસ્કૃતિક ભૂમિકામાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. ૧૧ આગમોધ્ધારક શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. શ્રી જૈન ગીતા (સંવત ૧૯૩૧-૨૦૦૬) અર્વાચીન જૈન સાહિત્યના અને વીસમી સદીમાં જૈનાચાર્યોમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવનાર, આગમોધ્ધારક, આગમ સમ્રાટ, બહુશ્રુત, શ્રુતજ્ઞાન સંશોધક અને સર્જક, આગમ મંદિરના સ્થાપક પૂજય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. પૂ.શ્રીનો જીવન પરિચય ચતુર્વિધ સંઘને માટે દૃષ્ટાંતરૂપ છે. શ્રી જૈન ગીતાના સર્જક તરીકે અને એમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. કપડવણજના ગાંધી કુટુંબના શેઠ શ્રી મગનલાલ ભાઈચંદ અને ધર્મપત્ની શ્રી જમનાબાઈના પરિવારના પનોતા પુત્ર શ્રી હેમચંદ્રએ જ આપણા લોકલાડીલા ને માનીતા પૂજ્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી. બાલ્યાવસ્થાથીજ સાહસ પ્રિયતા સત્યાગ્રહી, નીડરતાના ગુણોનો ઉદ્ભવ થયો હતો. પિતાશ્રીએ જૈન કુળના ધાર્મિક સંસ્કારોનું સિંચન કરીને ગુણવૃદ્ધિમાં યોગદાન કર્યું હતું. હેમચંદ્રની ઇચ્છા સંયમમાર્ગ સ્વીકારવાની હતી એટલે માતાએ માણેકબાઈ સાથે લગ્ન કરાવી દીધાં. એમના મોટાભાઈ મણિલાલે પૂ. શ્રી નીતિવિજયજી પાસે દીક્ષા અંગીકાર કરી તે પ્રસંગથી એમના હૃદયમાં વૈરાગ્યની ભાવના વધુ ઉત્કટ બની. અંતે સં. ૧૯૪૬માં પૂ.શ્રી ઝવેરસાગરજી મ.સા પાસે દીક્ષા અંગીકાર કરીને હેમચંદ્ર કનકસાગર નામથી અલંકૃત થયા. દીક્ષા પછી એમના સસરાની ખટપટને કારણે કોર્ટમાં હાજર થયા. કોર્ટમાં સ્પષ્ટવક્તા સમાન જુબાની આપી અને કોર્ટના ચુકાદા પ્રમાણે વાલી તરીકે કપડવણજમાં સાધુવેશ છોડીને રહેવું પડયું. ત્યાર પછી પુનઃ (લીમડી મુકામે સં. ૧૯૪૭માં પૂ. ઝવેર સાગરજી પાસે દીક્ષા સ્વીકારીને આનંદસાગર નામથી વિભૂષિત થયા. સં. ૧૯૪૮માં ગુરૂ શ્રી ઝવેર સાગરજી કાળ ધર્મ પામ્યા હતા. ગુરુના કાળ ધર્મ પછી હિંમત ન હારતાં અભ્યાસમાં પ્રગતિ કરી. રોજ ૫૦૦ શ્લોકોનો સ્વાધ્યાય કરવાનો નિયમ હતો. પાલીમાં ચાતુર્માસ કરીને ઠાણાંગસૂત્ર વાંચ્યું. લોકો એમના જ્ઞાન અને વ્યાખ્યાન શૈલીથી પ્રતિબોધ પામ્યા હતા. પૂ. શ્રીએ લબ્ધિવિજય અને કાંતિવિજય સાથે રહીને જ્ઞાનોપાસના કરી ૧૪૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy