SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તે વાત સર્વદા વિચારવાની છે. આત્માના હિત માટે અત્યંતર તપના પ્રકારરૂપે સ્વાધ્યાય છે. આવી મૂલ્યવાન ને મહાન ઉપકારક સ્વાધ્યાય કરવા માટે જૈન ગીતા છે. પૂ.શ્રીની ગીતાના પરિચયની વિગતો નીચે પ્રમાણે છે. આ ગ્રંથની રચના સં. ૨૦૦૪માં થઈ છે. મૂળગ્રંથ સાગરાનંદસૂરીશ્વરજીએ રચ્યો હતો. ત્યાર પછી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી માણિજ્યસાગરસૂરિના શિષ્ય શતાવધાની વર્તમાનમાં આચાર્યપદાલંકૃત લાભસાગરજીએ વ્યવસ્થિત કરીને પ્રગટ કરવામાં શ્રુતજ્ઞાન ભક્તિનો અપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે. જૈન ગીતાની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. તેમાં ૩૬ અધ્યયનના ૧૩૭૯ શ્લોક છે, બે શ્લોક ઉપસંહાર રૂપે છે એટલે કુલ મળીને ૧૩૮૧ શ્લોક પ્રમાણ ગીતા છે. ઉપરોક્ત સંખ્યાવાળા શ્લોકોના વિચારોના સંદર્ભમાં જૈન દર્શનના ૨૨૦૦ ગ્રંથોનો આધાર લેવાયો છે. વિવિધ વિષયોને સ્પર્શતા અધ્યયનની માહિતી નીચે મુજબ છે. પ્રથમ અધ્યયનના ૧૬ શ્લોકોમાં અરિહંતનું વર્ણન, બીજા અધ્યયનના ૧૬ શ્લોકોમાં સિધ્ધ પરમાત્મા, ત્રીજા-અધ્ય. ૧૬ શ્લોકોમાં આચાર્ય, ચોથા અધ્ય. ૧૬ શ્લોકોમાં ઉપાધ્યાય, પાંચમાના ૧૮ શ્લોકોમાં સાધુ, છઠ્ઠાના ૧૭ શ્લોકોમાં સમકિત, સાતમાના ૧૬ શ્લોકોમાં જ્ઞાન, આઠમાના ૧૭ શ્લોકોમાં ચારિત્ર, નવમાના ૨૫ શ્લોકોમાં તપ, એ પ્રમાણે પ્રથમ નવ અધ્યયનમાં દેવ ગુરુ અને ધર્મ સ્વરૂપ જૈનધર્મમાં પ્રચલિત ને આરાધવા લાયક નવપદનો મહિમા ગાયો છે. નવપદમાં અરિહંત અને સિદ્ધ પદ દેવ-પ્રભુ સમાન છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગુરુ સમાન છે. જ્યારે સમકિત, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ધર્મ સમાન છે. આ અધ્યયનના શ્લોકો જૈન દર્શનમાં આત્મા-પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે તે માટે આરાધવા લાયક છે. નવ પદનો ક્રમ જણાવીને તેનું સ્વરૂપ સમજાવ્યું છે. અધ્યયન ૧૦ થી ૧૮માં અનુક્રમે નવતત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે દશમાના ૧૯ શ્લોકોમાં જીવ, અગિયાર માના ૨૦શ્લોકોમાં અજીવ, બારમાના ૩૦ શ્લોકોમાં પુણ્ય, તેરમાના ૩૧ શ્લોકોમાં પાપ, ચૌદમાના ૨૨ શ્લોકોમાં આશ્રવ, પંદરમાના ૩૦ શ્લોકોમાં સંવર, સોળમાના ૩૧ શ્લોકોમાં બંધ, સત્તરમાના ૩૫ શ્લોકોમાં નિર્જરા અને અઢારમાના ૩૮ શ્લોકોમાં મોક્ષ તત્ત્વવિશેની વિગતો જણાવી છે. ઉપરોક્ત અધ્યયન દ્વારા નવતત્ત્વની માહિતીથી જીવ અને જગતના ગૂઢ રહસ્યને સમજવા માટે માર્ગદર્શન મળે છે. વિશ્વના વિવિધ ધર્મ-પંથો અને મતવાદીઓએ જીવ અને જગતના અસ્તિત્ત્વ વિશે અવનવા મતો ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy