SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ अलं मिथ्या विवादेन ज्ञानं सर्वज्ञभाषितम् । अनेकान्त नयात् सिध्धि: भाषिता ज्ञान योगिभिः ॥ १७० ॥ આત્મજ્ઞાન સંબંધી ખોટા તર્ક વિતર્ક કે વિવાદની જરૂર નથી. આનું જ્ઞાન સર્વજ્ઞ ભગવંતોએ કેવી રીતે કરવું તે જણાવ્યું છે. તે જ્ઞાન યોગી ભગવંતોએ અનેકાન્ત નયથી તેની સિદ્ધિ થાય તે સમજાવ્યું છે. स्वसमय विहारेण गन्तव्यं मोक्ष सम्मुखं । साध्य बिन्दुः सदात्मा वै स्मारं स्मारं क्षणे क्षणे ॥ १७२ ॥ મુમુક્ષુએ ક્ષણેક્ષણે સંભાળીને આત્માનું સાધ્ય બિંદુ રાખવું પરંતુ આની પ્રવૃત્તિ પોતાના સિદ્ધાંતને અનુસરીને કરી મોક્ષ માટે પ્રયત્ન કરવો. આત્મદર્શન ગીતામાં આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ શ્લોકોના વિવેચનમાં યશોવિજયજી, ઉપા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, અધ્યાત્મ યોગી દેવચંદ્રજી અને આનંદઘનજી વિજયલક્ષ્મીસૂરિ, આ. સિધ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિસ્વામી વગેરે પૂર્વાચાર્યોના ગ્રંથોનો સંદર્ભ લઈને આત્મસ્વરૂપનો પરિચય કરાવ્યો છે. જૈનેતર ગ્રંથ ભગવદ્ગીતાના શ્લોકોનો પણ તુલનાત્મક રીતે ઉપયોગ કર્યો છે. આ વિવેચનમાં તત્ત્વના ગંભીર વિચારોને સરળ બનાવવા માટે કથાનુયોગનો આશ્રય લઈને કેટલાંક દૃષ્ટાંતોનો સમાવેશ કર્યો છે. ભરત ચક્રવતી, (પા. ૪૩) આષાઢાભૂતિ (પા. ૪૯) શ્રીકાંતની કથા (પા. ૭૮) આદ્રકુમાર (પા. ૧૭૮) ગૌતમબુદ્ધની કર્મ વિશેની લઘુકથા (પા. ૧૪૬) પંચતંત્ર સિંહ શિશુ કથા (પા. ૧૫૪) આત્મ દર્શન માટે ઈદ્રની કથા (પા. ૨૩૭) વગેરે કથાઓ દ્વારા વિવેચન રસસભર બન્યું છે. જ્ઞાનસાર, અનુભવાષ્ટક, દેવચંદ્રજી અને આનંઘનજીનાં સ્તવનની પંકિતઓ, તત્ત્વાર્થસૂત્ર, ભગવતી સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, ભક્તામર સ્તોત્ર, વગેરેના સંદર્ભોથી આત્મદર્શનના વિચારોનું સમર્થન કરવામાં આવ્યું છે. આ. બુદ્ધિસાગરનું દષ્ટિબિન્દુ સમન્વયવાદ હોવાથી ગુણગ્રાહીદૃષ્ટિથી અન્ય દર્શનના વિશ્વવિખ્યાત ગ્રંથ ભગવદ્ગીતાના શ્લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. મૈત્રીભાવ અને મિત્ર સમાન સૌને ગણવાના વિચારના સમર્થનમાં ગીતાના શ્લોકની પંક્તિ નીચે પ્રમાણે છે. ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy