________________
आत्मारामे पराभक्तिः पर ब्रह्मणि मग्नता । पूर्णानन्दमयः पूज्यो महादेवः स्वरूपभाक् ॥ १०९॥
જે પોતાના આત્મારામમાં શ્રેષ્ઠ ભક્તિવંત હોય અને પરમ બ્રહ્મમાં મગ્ન હોય તે આત્મા પૂર્ણાનંદ સ્વરૂપમય પૂજ્ય મહાદેવના સ્વરૂપનો ભોક્તા થાય છે. ध्यान योगेन गम्योऽहं सर्व शक्ति निकेतनः ।
मोहभावं क्षयं नीत्वा स्वादे ज्ञानामृतं स्वयम् ॥ ११२ ॥
હું આત્મા ધ્યાનયોગથી જાણવા યોગ્ય છું. સર્વ શક્તિનું મંદિર છું... મોહભાવનો ક્ષય કરીને સ્વયં હું જ્ઞાનરૂપ અમૃતનું પાન કરી રહ્યો છું. यजन्ति ज्ञान दीपेन शुध्धरुपफलेन च ।
परात्ममङ्गल प्राप्त्यै कुर्वन्ति भाव मंगलम् ॥ १२४ ॥
જ્ઞાનરૂપી દીપક વડે જે પરમાત્માને પૂજે છે તેમ જ શુદ્ધ સ્વરૂપમય ફળ વડે પૂજા કરે છે તેમજ આ૨તી મંગલ દીપક વડે પરમાત્માનું જે યજન પૂજન કરે છે તે આત્માને ભાવ મંગલની પ્રાપ્તિને માટે થાય છે.
ॐ सोsहं ब्रह्मजापेन सर्व कर्म विलीयते
स्वात्म परात्मनोरैक्यं तस्मिन् दष्टे परात्मनि ॥ १५८ ॥
સોહં બ્રહ્મરૂપ મંત્રનો જાપ કરવાથી સર્વે કર્મો વિનાશપામે છે. તેમજ પરમાત્મા અને આપણા આત્માનું ઐક્ય થાય છે, એટલે પરમાત્માના સ્વરૂપને જોતાં આત્મા તેમાં લય થાય છે.
आत्मा ज्ञेयः सदा ध्येयः स्वद्रुवद् वाच्छितप्रदः । किमर्थ बाह्यभावेषु भ्रमणं हि निरर्थकम् ॥ १६७ ॥
આત્મા જ્ઞેય છે તેમજ સદા ધ્યાન ધરવા યોગ્ય છે જે આત્માનું સદા ધ્યાન ધરે છે તેને કલ્પવૃક્ષની પેઠે સર્વ વાંછિત આપે છે. આત્માની શોધ માટે બાહ્ય ભાવોમાં ભ્રમણ કરવું નિરર્થક છે.
सर्व विद्यासु श्रेष्ठा या विना निष्फलाः क्रिया ।
आत्मविद्या सदाराध्या दुलर्भा जन्म कोटिभिः ॥ १६८॥
સર્વવિદ્યામાં આત્મવિદ્યા સર્વોત્તમ છે. આત્મવિદ્યા વગરની કરેલી સર્વ ક્રિયા નિરર્થક છે. ક્રોડો જન્મના અભ્યાસથી પણ આત્મવિદ્યાની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. માટે હંમેશા આત્મવિદ્યા આરાધવા યોગ્ય છે.
અનેકાન્તવાદ અને નયવાદ ના સંદર્ભથી આત્મ દર્શનની પુષ્ટિ કરતાં જણાવ્યું
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org