SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કવિએ ૧૭૮મા શ્લોકમાં જણાવ્યું છે કે આ આત્મદર્શન ગીતા ગ્રંથ આત્માનું શુદ્ધ ચૈતન્ય દેખાડનાર છે અને જેને આત્માનું દર્શન થાય તથા આ ગ્રંથનું સમાધિપૂર્વક પઠન કરી જીવનમાં ઉતારે તે ત્રીજા અથવા ચોથા ભવે મુક્તિને પામે છે. ૧૮૨ શ્લોક પ્રમાણે આત્મદર્શન ગીતા જૈન દર્શન શાસ્ત્રના મૂળભૂત સિધ્ધાંતોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. જીવમાંથી શિવ બનવાનો માર્ગ અનેકાન્ત વાદ, કર્મવાદ, આત્માની નિત્યતા અને શુધ્ધ પરમાત્મા સ્વરૂપ, જગતના કર્તા, નયવાદ, યોગ, સાધના, પૌદ્ગલિક સુખ, આદિ વિષયોને લગતા શ્લોકો દ્વારા જૈન દર્શનના સિધ્ધાંતો આત્માને મોક્ષમાર્ગની સાધનામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તે વિશે વિચારો વ્યક્ત થયા છે. વિવેચનમાં દૃષ્ટાંતો આગમ ગ્રંથના સંદર્ભો ઉપરાંત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપા. યશોવિજયજી, અધ્યાત્મયોગી આનંદઘનજી, દેવચંદ્રજી ઉપરાંત ગીતા-ઉપનિષદ્ વેદના વિચારોનો પણ ઉલ્લેખ દ્વારા દર્શન શાસ્ત્રના ગહન વિચારોનું દોહન કરીને શ્લોકબદ્ધ નિરૂપણ કર્યું છે. જૈન ગીતા કાવ્યમાં એમની આ કૃતિ ગીતા નામને સાર્થક કરે છે. કારણ કે તેમાં ભગવંતની વાણીનો મહિમા ગાવામાં આવ્યો છે. કેટલાક ચિંતન અને મનન કરવા લાયક શ્લોકો અનુવાદ સાથે નોંધવામાં આવ્યા છે તે આત્મ રમણતા માટે ઉપકારક બને છે. शुध्ध धर्मे प्रविष्टोऽहं ध्यान धैर्य प्रभावतः । प्राबल्यं मोह शत्रोः किं दुर्गतौ येन भ्राम्यते ॥ १४॥ હું શુધ્ધ ધર્મમાં પેઠો છું ત્યારે ધ્યાન અને ધર્મના પ્રભાવથી મને મોહરાજાનું પ્રબળ સૈન્ય દુગર્તિમાં કઈ રીતે ભમાવી શકે તેમ છે? आत्म योगस्य सामर्थ्यं मपूर्वे हि विलोकयते । भरतर्षिर्येन संप्राप्त केवलज्ञान मास्करम् ॥ २०॥ આત્મયોગનું સામર્થ્ય કેવું અપૂર્વ છે જે આત્મયોગથી ભરતચક્રી ગૃહસ્થ હોવા છતાં કેવળજ્ઞાન સૂર્યને પામ્યા હતા. मित्र भावश्च जीवेषु प्रमोदः सज्जनेषु च । कृपादष्टिश्च दीनेषु माध्यस्थं भाव येच्छुमं ॥ २६ ॥ સર્વ જીવો ઉપર મિત્રભાવ, સજ્જનો ઉપર પ્રમોદ ભાવ તથા દીન-દુઃખી જીવો ઉપર કૃપાભાવ અને અધર્મી ઉપર માધ્યસ્થ ભાવને સારી રીતે ધારણ કર. ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy