________________
પ્રેમરૂપી વાજિંત્ર અને સત્યરૂપ ઘંટાને વગાડીને આત્મ સમાધિમાં શુધ્ધતા પ્રાપ્ત થાય એટલે પરમાત્મસ્વરૂપ દર્શન થાય છે. કવિએ સત્ત્વ રજસ અને તમસ પ્રકૃતિના સંદર્ભદ્વારા આત્મા વિશે જણાવ્યું છે.
તમસ્ પ્રકૃતિવાળો પ્રમાદ્ આર્ત-રૌદ્ર ધ્યાનથી અને રાજસ્વાળો પાંચ ઈન્દ્રિયોના વિષયની આસક્તિથી તિર્યંચગતિમાં જાય છે. સાત્વિક પ્રકૃતિવાળો આત્મા સરળ હોવાથી દેવગુરુ અને ધર્મની ભક્તિથી આત્મસ્વરૂપનો પ્રકાશ પામે છે.
ઈચ્છિત ભોગ્ય ભોગનો ત્યાગ હોય ત્યાં માનસિક તપ જાણવું તેમજ સર્વ કાર્ય કરતાં કરતાં પણ તેનો ફળની ઇચ્છાનો જે ત્યાગ થાય તે મહાન સર્વોત્તમ સમજવો. આત્મધર્મના રાગથી બાહ્ય રાગ નાશ પામે છે. આત્મ સ્વરૂપનું સામ્યત્વ ભાવે આલંબન કરતાં મહાન રાગ પણ નષ્ટ થાય છે. શુદ્ધ વ્યવહારના આલંબનથી આત્મસ્વરૂપ પ્રગટભાવે શુધ્ધ થાય છે.
સ્યાદ્વાદના સિદ્ધાંત વિશે જણાવ્યું છે કે અસ્તિતા નાસ્તિતા આદિ સ્વરૂપવંત જે ધર્મો છે તે સર્વે દરેક દ્રવ્યગુણ પર્યાયોમાં અપેક્ષાથી પ્રતિષ્ઠિત છે એવો મત ધરાવનાર દર્શનને સ્યાદ્વાદ દર્શન કહેવાય છે.
સર્વ જગતના સિધ્ધાંતોનો અભ્યાસ કરીને તેનો પરમાર્થ અપેક્ષાએ વિવેકથી જાણીને સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોનું સ્થાન રત્નત્રયીથી યુક્ત આત્મા વિભુ છે એમ જાણવું.
સર્વત્ર બ્રહ્મ ભાવની નિષ્ઠા વડે ધ્યાનમાં ઉન્મની ભાવને પામીને યોગીશ્વરો નિશ્ચલ નિત્યભાવે રહેતા શિવપદને પ્રાપ્ત કરે છે. કવિની યોગ સાધનાનું આ વિચારમાં પ્રતિબિંબ જોઈ શકાય છે. ૐ સો ંનો જાપ એકાગ્રતાપૂર્વક કરવાથી કર્મોનો નાશ થાય છે અને પરમાત્મા સ્વરૂપને જોતાં આત્મા તેમાં એકરૂપ બને છે આત્માની શોધ કરવા બહાર રખડવાની જરૂર નથી. આત્મા જ્ઞેય છે. તેમજ સદા ધ્યાન કરવા યોગ્ય છે. જે આત્માનું ધ્યાન કરે છે તેને કલ્પવૃક્ષની પેઠે સર્વવાંછિત આપે છે આત્માની શોધ માટે બાહ્ય ભાવોમાં ભ્રમણ કરવું નિરર્થક છે.
સર્વ વિદ્યામાં આત્મવિદ્યા શ્રેષ્ઠ છે. આ જગતમાં ભાવ તપ વડે સર્વ વ્યાધિઓ નાશ પામે છે અને આત્મજ્ઞાનના પ્રતાપથી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન માટે ખોટા તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. સર્વજ્ઞ ભગવંતે તેનું સ્વરૂપ બતાવ્યું છે તે રીતે ગીતામાં જણાવ્યું છે મુમુક્ષુ સાધકોએ જિનાજ્ઞાને આધીન રહીને આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. લક્ષ્યમાં એકાગ્રતા રાખવાથી નિર્મળ પદ મળે છે. અપ્રમત્ત દશાને પામે ત્યારે સહજાનંદ પ્રાપ્ત કરે છે.
આત્મા
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧
www.jainelibrary.org