SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ માટે સત્ ચારિત્રવાન જ્ઞાની ગુરુની ઉપાસના અને આજ્ઞા અનિવાર્ય છે. પૂર્વ ભવની આરાધના અને સંસ્કારોથી પણ આત્મદર્શન થાય છે. આદ્રકુમારનું દૃષ્ટાંત વિચારનું સમર્થન કરે છે. નયવાદને સમજીને પણ આત્મસ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે. આ ગીતામાં જગતનો કર્તા કોણ છે એવા ચર્ચાસ્પદને ગહન પ્રશ્નનો સમાવેશ કર્યો છે. નૈયાયિકો અને વૈશેષિકો ઈશ્વર જગતનો કર્તા અને જગતમાં સર્વ સ્થળે વ્યાપ્ત છે એમ માને છે. ઈશ્વરને જગતના કર્તા માનવાની જરૂર નથી. જીવ દ્રવ્ય અને જગત અનાદિ છે. જીવ શાશ્વત છે. કર્તા અને ભોક્તા એ પોતે આત્મા છે તેમાં ઈશ્વર નિમિત્ત નથી. ધારણા ધ્યાન યોગવડે તેમજ સમાધિરૂપ શુધ્ધ શુભ માર્ગ વડે આત્મા પરમાત્માપણાને અવશ્ય પ્રાપ્ત કરે છે. એમ સર્વજ્ઞ ભગવંતોએ શુભ રીતે જણાવ્યું છે. પુણ્ય કર્મથી શાતા વેદનીય કર્મનો શુભ બંધ પડે છે. પણ તે પુણ્ય મુક્તિના કારણ માટે થતું નથી. જ્ઞાન દ્વારા આત્મતત્ત્વ અને પરમાત્મા સ્વરૂપના આલંબનથી આત્માનુભવ થાય છે. કર્મ નિર્જરા થતાં મુક્તિનો માર્ગ મોકળો બને અહંકાર ભાવનો ત્યાગ કરીને પોતાના આત્મસ્વરૂપ ધર્મ સાધવા યોગ્ય છે. આત્માનો જે શુધ્ધ ધર્મ છે તેની પ્રાપ્તિ માટે આ વિના બીજો માર્ગ નથી અહં અને મમ્ એ જ સકલ્પ દુઃખનું કારણ છે. એટલે તે છૂટે તો આત્મદર્શન થાય. આત્મદર્શનનો ઉપાય અંતરમુખી થવાનો છે. જે ક્રિયા ધર્મ સંબંધી થાય તે આત્મગુણની ઉત્તરોત્તર વૃદ્ધિ કરનારી થાય છે. ક્રિયા બાહ્યથી કરવા છતાં અંતરંગમાં આત્મ શુધ્ધતાનો ઉપયોગ રાખીને કરાતી હોવાથી આત્મદર્શનમાં ઉપયોગી છે. અત્યંતરભાવમાં ઉપયોગ હોય તો અવશ્ય આત્મદર્શન થાય છે. આત્મા કેવો છે તે વિશે જણાવ્યું છે કે વસ્તુ સ્વરૂપથી હું આત્મા શુદ્ધ સ્વરૂપમય હોવાથી નિશ્ચય નયથી જન્મ મરણથી રહિત તથા સંકલ્પ વિકલ્પથી રહિત અને સર્વ સંશયથી રહિત છું. જડ પદાર્થો કે પુદ્ગલોને પરવશ થવું તે દુઃખ છે. આત્મ સ્વરૂપને આધીન થવું તે સુખ છે. જે ક્રોધ વિનાનો હોય, અહંકાર વિનાનો, માયા અને લોભનો નાશ કરતો હોય તે બ્રહ્મજ્ઞાનરૂપી સૂર્યથી બાહ્યભાવમય અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે. અને તે ફળ સ્વરૂપને પામે છે. આત્મસ્વરૂપ જાણ્યા પછી તેને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ આદરવો જોઈએ. આ માટેનો માર્ગ યોગનો છે. યોગ એટલે મોક્ષમાં સંબંધ કરાવે તેવી ક્રિયા. - મન, વચન અને કાયાથી જે અશુભ પ્રવૃત્તિ જીવોને કર્મ બંધમાં લઈ જાય છે તેનો ત્યાગ કરીને આત્માને મોક્ષમાં લઈ જાય તેમાં જોડવો તે સાચો યોગ છે. સમ્યક જ્ઞાન ક્રિયામાં નિષ્ઠાવંત સંતો સમતારૂપ શુધ્ધ જળથી અભિષેક કરીને ભક્તિરૂપી પુષ્પોથી મહેશ્વરની પૂજા કરીને આત્માનું સમર્પણરૂપ યજન કરે છે. શ્રેષ્ઠ ૧૪૦| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy