________________
૯ પ્રેમગીતા
આચાર્ય બુદ્ધિસાગરસૂરિનું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં સર્જાયું છે. એમની સંસ્કૃત સાહિત્યની ગીતા કાવ્યોની રચનાઓ જૈન સાહિત્યમાં સમૃદ્ધિની સાથે નવીનતા દર્શાવે છે. જૈન સાહિત્યમાં ગીતા કાવ્યોનો વિચાર કરીએ તો તેમાં આચાર્ય બુદ્ધિસાગરસૂરિ પ્રથમ કક્ષાના કવિ છે. એમનાં ગીતા કાવ્યોનો પરિચય અધ્યાત્મ જ્ઞાનના વારસાનું સાતત્ય જાળવી રાખીને આત્મોન્નતિકા૨ક જીવનપાથેય સર્વ જીવોને માટે પૂરું પાડે છે.
‘પ્રેમગીતા’નું પ્રકાશન ઈ. સ. ૧૯૫૧માં થયું છે. તેનું વિવરણ આ. બુદ્ધિસાગરસૂરિએ કર્યું છે. પ્રેમગીતાના મહત્વના વિચારો સારરૂપે નોંધવામાં આવ્યા છે. એક એક વાક્ય પ્રેમ વિશે અનેરો પ્રકાશ પાડીને આત્મપ્રકાશમાં જ્યોતિનો કવિનો સ્વાનુભવ હોય તેવી પ્રભાવોત્પાદક અભિવ્યક્તિ થઈ છે.
પ્રેમગીતા એટલે પ્રેમની વ્યવહાર અને અધ્યાત્મની દૃષ્ટિએ મીમાંસા દ્વારા આત્મપ્રેમનું સત્ય દર્શન. વિશેષ માહિતી નીચે પ્રમાણે છે.
જૈન સાહિત્યમાં ગીતા કાવ્યોની રચના સૌ કોઈને જીજ્ઞાસા જગાડે તેવી છે. તેમાંય ‘પ્રેમગીતા’ શીર્ષકથી અનેરું આકર્ષણ થાય છે. પ્રસ્તાવના માંજ પંડિત મફતલાલ ઝવેરીચંદ જણાવે છે કે જૈનોમાં કલ્પસૂત્ર, બ્રાહ્મણોમાં ગીતા, મુસલમાનોમાં કુરાન ધર્મગ્રંથ તરીકે અતિપ્રસિદ્ધ ગ્રંથો છે.
યોગ, ચિંતવન કે રટણ દ્વારા આત્મામાં નૈસર્ગિક ક્રિયા લાવે છે. ગીતા એ પણ રટણનો પર્યાયવાચક શબ્દ છે. વીસમી સદીમાં પ્રેમના નામે કેટલાક મતો અને પંથોએ જનતાને ખોટે માર્ગે દોરીને ધર્મના નામે અધર્મ તરફ-ઉન્માર્ગે લઈ જવાનું કામ કર્યું છે ત્યારે આચાર્ય મહારાજે કરૂણાબુદ્ધિથી જીવોના ઉપકાર - કલ્યાણને માટે પ્રેમગીતાની રચના કરી છે.
પૂ.આ. શ્રીએ વીજાપુરના ચાતુર્માસ દરમ્યાન ભક્તોના આગ્રહથી પૂર્વાચાર્યોના ગ્રંથોનો આધાર લઈને પ્રેમનો સાચો માર્ગ દર્શાવ્યો છે.
આ ગીતામાં કુલ ૬૮૧ શ્લોકો છે. કવિએ સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદમાં રચના કરીને પ્રેમનું સ્વરૂપ અને મહિમા ગાયો છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર ઈષ્ટદેવશ્રી મહાવીરસ્વામીને ભાવપૂર્વક વંદના કર્યા પછી ગ્રંથ રચનાનો ઉલ્લેખ કર્યો છે.
૧૨૮
-
प्रणम्य श्री महावीरं लोकानां हित काम्यया ।
शुध्ध प्रेम स्वरूपं यत् किंचित् वच्मि विवेकतः ॥ १॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org