________________
મનમાં રાગ દ્વેષ અને સંકલ્પ વિકલ્પ રાખવા નહિ, તેનાથી આત્માને સમાધિ મળતી નથી, પછી પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ થતો નથી. જ્ઞાનીજનોની ભક્તિ ને સેવાથી આત્મ-શુદ્ધિ થાય છે. તેના પરિણામે જ્ઞાન થાય છે. આવું જ્ઞાન મોક્ષસુખના કારણરૂપ બને છે. જેની પ્રજ્ઞા સ્થિર છે તેવા યોગી કર્મમાં કુશળ બની આત્મસુખ મેળવે છે. આત્મ જ્ઞાન સર્વસ્વ છે. તેનાથી પૂર્ણાનંદ પ્રાપ્ત થાય છે. સર્વ શક્તિના નિમિત્તમાં આત્મદર્શન છે. સંસારમાં સારભૂત તત્વ આત્મા છે અને આત્મા ચિદાનંદ સ્વરૂપ પ્રભુમાં લીન બને તો તે મુક્તિ પામે છે.
કવિએ આત્મસ્વરૂપને અનુલક્ષીને જણાવે છે કે સંસારના સંબંધો સ્વાર્થમય છે. પુત્ર - પત્ની, સ્નેહીઓ, સંપત્તિ એ આત્માને ઉપયોગી નથી. એટલે તેનો રાગમોહ છોડવો જોઈએ તોજ આત્મસ્વરૂપની સાધના ફળદાયી બને. આત્મસુખની વાત સ્વાનુભવ સિદ્ધ છે પછી શાસ્ત્રના વિવાદથી શું મળવાનું છે. ? એમ વિચારીને આત્માના સુખમાં પ્રવૃત્ત થવું જોઈએ. જડના રાગથી ક્રોધ, માન, માયા આદિ દુર્ગુણોમાં આત્મા બંધાય છે તેથી સ્વસ્વરૂપ પામી શકતો નથી. સંસારી જીવોને આધિ, વ્યાધિ અને ઉપાધિની પીડા છે, તો તે જાણીને આત્મ સાધનામાં જોડાવું જોઈએ.
આત્મા માટે દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છે તે વિશે કવિ જણાવે
છે કે -
धर्म ध्यानं हृदि ध्येयं धर्म ध्यानस्य भावना |
यत्र तत्र सदा भाव्या दिने रात्रौ यदा तदा ॥ ३११ ॥
सर्वथा सर्वदा ब्रह्मदृष्टया विश्वं निभालय । सर्वत्र ब्रह्मदृष्टित्वं धारयस्य स्व मुक्त ये ॥ ३१२ ॥ एकमेव निजाऽत्मानं चिन्तय स्वोपयोगतः । अन्य सर्वंच विस्मृत्य मग्नोभव निजाऽत्मनि ॥ ३१३ ॥ ચાર અને બાર ભાવના ભાવવાથી કર્મની નિર્જરા થાય છે. રાત, દિવસ અને પ્રતિક્ષણ ધર્મ ભાવના ભાવવી જોઈએ.
શુધ્ધ ઉપયોગ પૂર્વક પોતાના આત્માનું ચિંતન કરવું જોઈએ. બાહ્ય જગતના પદાર્થો ભૂલીને આત્મામાં નિમગ્ન થવું જોઈએ. પ્રમાદ ત્યાગ કરીને જાગૃતિ રાખવી જોઈએ. આ જગત કારાવાસ સમાન છે. તેમાં કંચન અને કામિનીથી બંધાયેલો આત્મા કર્મબંધ કરી ભવ ભ્રમણ કરે છે. ભવનું મૂળ કામરાગ છે. જ્ઞાનથી કામરાગ નષ્ટ પામે છે. પછી આત્મજ્ઞાન થવામાં અવરોધ થતો નથી. સાત્વિક આહારથી સાત્વિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. વાસનાનો નિરોધ એ મોટું તપ છે. ચિત્તનો આહાર
Jain Education International
For Private & Personal Use Only
૧૨૫
www.jainelibrary.org