SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ થશે. સંયમની આરાધના ને શાસનની પ્રભાવનાની સાથે જૈનતર હોવા છતાં શ્રુતજ્ઞાનની રસલ્હાણ કરનાર અર્વાચીન કાળના એક ઉત્તમોત્તમજીવન સફલતાનું દૃષ્ટાંત પૂરું પાડનાર પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીને કોટી કોટી વંદન કરું છું. એમનું જીવનકાર્ય સૌ કોઈને માટે કર્તવ્ય પરાયણતાની સાથે આત્મકલ્યાણની શાશ્વત ભાવનાનું મૂર્તિમંત ઉદાહરણ છે. ૮. અધ્યાત્મ ગીતા અધ્યાત્મ ગીતાની રચના વિક્રમ સંવત ૧૯૮૧માં શ્રાવણ સુદ પાંચમને દિવસે પેથાપુરમાં દિવસના પ્રથમ પ્રહરમાં કરી હતી. કવિના શબ્દોમાં આ વિગતનો સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય છે. पेथापुरे स्थितिं कृत्वा ज्ञान वैराग्य भावतः । रचिताऽध्यात्म गीतेयं बुध्धिसागरसूरिणा ॥ ५१८ ॥ આ ગીતામાં પ૨૯ શ્લોકો છે. કવિએ અનુષુપ છંદનો પ્રયોગ કરીને સરળ સંસ્કૃતમાં ગીતાની રચના કરી છે. સમાસ અને સંધિ યુક્ત પદો દુર્બોધ નથી. જૈન ધર્મના પારિભાષિક શબ્દ પ્રયોગોની સાથે ગુણાનુરાગની દૃષ્ટિથી અન્ય દર્શનના વિચારોને પણ કવિએ પોતાના શ્લોકોમાં ગુંથી લીધા છે. અન્ય ગીતાઓમાં દૃષ્ટાંતનો સંદર્ભ છે. અહીં કવિએ શુદ્ધ તત્ત્વ મીમાંસાનો આશ્રય લઈને આત્મા વિશેના વિચારો પ્રગટ કર્યા છે. જૈન ગીતા સાહિત્યમાં આત્મસ્વરૂપ પર પ્રકાશ પાડીને ચિંતનાત્મક વિચારો દ્વારા આત્માર્થી જનોને માટે અનંત ઉપકાર કરે છે. કવિની આત્મસ્વરૂપ-મોક્ષની પ્રાપ્તિની તીવ્ર આકાંક્ષા આ ગીતા દ્વારા પ્રગટ થઈ છે. કવિ ગીતાના પ્રયોજન દર્શાવતાં જણાવે છે કે - आत्मार्थमन्य लोकानां हितार्थ मुक्तिकांक्षिणाम् । निर्मलाऽध्यात्मगीतेयं कृता विश्वोपकारिणी ॥ ५१६ ॥ આત્મા વિશેનું અધ્યયન કરતાં શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે વિચારો સ્ફર્યા તેને આ ગીતામાં વ્યક્ત કર્યા છે. ઉપરોક્ત વિચારોમાંથી હંસ સમાન નીરક્ષીર વિવેક દૃષ્ટિથી સાર ગ્રહણ કરવો જોઈએ. વિષયોનો કોઈ અનુક્રમ આપ્યો નથી. તેમાં કેન્દ્ર સ્થાને આત્મતત્વ છે. ગુરુએ આ ગીતા શિષ્યોને શીખવવી જોઈએ. જેથી તેનું સારું પરિણામ આવશે. આ ગીતાનું જ્ઞાન પ્રાણાંત કષ્ટ આવે તો પણ ધૂર્ત નાસ્તિક અને દૈહિક ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy