SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન સાહિત્યને સમૃધ્ધ કરનારા મહાન યોગી અને એકસો અગિયાર ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી સાહિત્યાકાશમાં સૂર્યસમાન તેજથી દીર્ઘકાળ પર્યંત અમર કીર્તિને વર્યા છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી (સં. ૧૯૩૦ થી ૧૯૮૧) કણબી પટેલ પરિવારનું એક અણમોલ રત્ન. પિતા શીવદાસ અને માતા અંબાબાઈની કુક્ષિએ શિવરાત્રિને દિવસે સં. ૧૯૩૦માં જન્મ્યા સંસારી નામ બહેચરદાસ હતું. પૂ. રવિસાગર મ.સા.ના પરિચયથી વૈરાગ્યભાવ પ્રગટ્યો. ધાર્મિક અભ્યાસ કરીને જ્ઞાનમાર્ગમાં દિન પ્રતિદિન વધુ પ્રગતિ કરી. મહેસાણાની યશોવિજયજી જૈન પાઠશાળામાં સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તર્ક, ન્યાય અને કર્મગ્રંથ જેવા તાત્વિક વિષયોમાં અભ્યાસ કરીને તજજ્ઞ બન્યા. સં. ૧૯૫૭માં સુખસાગરજી પાસે સંયમ અંગીકાર કરીને બહેચરભાઈ બુદ્ધિસાગર બન્યા. પૂ. શ્રી એ ૨૪ વર્ષ સુધી સતત જ્ઞાનોપાસના કરીને શ્રુતજ્ઞાનના પ્રચારાર્થે ૧૧૧ ગ્રંથો રચ્યા છે. એમનું સાહિત્ય નાનામાં નાના બાળકથી આરંભ કરીને વિદ્વાનોને જ્ઞાનાનંદ આપે તેવું છે. જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ વિષયક પોતાના આચારથી ભક્તોને પ્રભાવિત કરીને ઉચ્ચ પ્રકારના સંયમની આરાધનાની સાથે બહુજન હિતાય શ્રુતજ્ઞાનની પરબ માંડીને જૈન – જૈનેતર વર્ગને ધર્માભિમુખ કરવામાં અનન્ય ફાળો આપ્યો છે. ભજન અને પદ સંગ્રહના અગિયાર ભાગ એમની ભક્તિની તાદાત્મ્યતા અને ચારિત્રની આરાધનાની અનેરી મસ્તીની અનુભૂતિ કરાવે છે. એમની રચનાઓ સ્તવન, પૂજા, ચરિત્ર, વિવેચન, ગઝલ, ગહુંલી સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે. પૂ. શ્રી એ સંસ્કૃત ભાષામાં ગીતા અને ઉપનિષદ્ નામથી રચના કરીને ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વનો અનોખો પરિચય કરાવ્યો છે. માત્ર ૫૨ વર્ષની વયે વન પ્રવેશમાં જ જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. જૈન સમાજને પૂ. શ્રીનો મહુડી-ઘંટાકર્ણથી જે પરિચય છે તેથી વિશેષ પરિચય તો એમની કેટલીક ઉત્તમ કૃતિઓનો અભ્યાસ અને આસ્વાદ કરવાથી થાય તમે છે. અત્રે એમની ત્રણ ગીતાઓ અને ત્રણઉપનિષદોનો પરિચય આપવામાં આપ્યો છે. વિશેષ જિજ્ઞાસા માટે પૂ. શ્રીના જીવનચરિત્રનો અભ્યાસ કરવાથી માહિતી પ્રાપ્ત ૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy