________________
૧૧ અંગ સૂત્ર, સૂત્રના વિભાગ શ્લોકનું પ્રમાણ, ઉપાંગની રચના, શ્રવણ અને અભ્યાસનું ફળ દ્વારા આગમપ્રત્યેની અપૂર્વભક્તિ ભાવનાની સાથે જ્ઞાન પ્રત્યેનો અગાધ પ્રેમ વ્યક્ત થયો છે.
આ આગમ એ જિનવાણી છે તેનો મહિમા અપરંપાર છે તેના એક એક અક્ષર અને શબ્દોમાં સાગર સમાન ગહન ગૂઢાર્થ રહેલા છે. જેના જ્ઞાનથી ભવ્યજીવો જ્ઞાન અને ક્રિયાના સંયોગથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે.
પારિભાષિક શબ્દ પ્રયોગો નીચે મુજબ છે. નિગ્રંથ, ભાષ્ય, ચૂર્ણિ, નિયુક્તિ, ત્રસ, નિબદ્ધ, નિકાચિત, સમકિત, સંલેહણા, નય, નિક્ષેપ, અભેદ અંતગડ, વ્યવહાર અને નિશ્ચયનય, પુષ્પચૂલિકા, બંધ, મોક્ષ, પર્યાય, અનુયોગ, આ શબ્દોની માહિતી ગૂઢાર્થવાળી છે તેનો અર્થ જાણવાથી પણ આગમના ઊંડા રહસ્યનો પ્રાથમિક ખ્યાલ આવે છે.
પ્રભુની વાણીનો મહિમા વિવિધ ઉપમાઓ દ્વારા વર્ણવ્યો છે. સૂણતાં આતમ ઉલ્લસે રે લાલ, પ્રગટે સહજ સ્વભાવ રે લાલ; રે એ સિધ્ધાંત મહિમાજિલો રે, ઉતારે ભવ પાર રે.
મીઠી રે લાગે વાણી જિન તણી, જાગે જેહથી રે જ્ઞાન, એ વાણી મન ભરી માહરે, માનું સુધા રે સમાન (ઉત્પ્રેક્ષા) એહઅંગ મુજમન વસ્યારે, જિમ કોકિલ દલ અંગ (ઉપમા)
શ્રવણે સુણતાં ગાઢો રસ ઉપજેજી, મધુરતા તર્જિત જિમ મધુખંડ હો (ઉપમા)
અમૃતવચન મુખ વરસતીજી સરસ્વતી કરો રે પસાય પુષ્પકલી શું પરિમલ મહકૈ ગુરુ પરાગને રાગૈ
આ પંક્તિઓ દ્વારા કવિની કલ્પનાશક્તિ અને અલંકારનો પરિચય થાય છે. તેના દ્વારા આગમ અને તેની વાણીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.
જૈન ધર્મની બધી જ ગીતાઓના પાયામાં અગિયાર અંગ ગીતા છે. આગમનાં ૧૧ અંગ મૂળભૂત છે, તેમાંથી ઉપાંગો અને અન્ય ગ્રંથોની રચના થઈ છે એટલે ગીતા કાવ્યોનું મૂળ સ્ત્રોત અગિયાર અંગ છે.
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org