________________
પુદ્ગલ ગીતા - પ્રશ્નોત્તરમાલા (આ. દેવગુપ્તસૂરિ)
આ વિશ્વમાં મુખ્યત્વે જડ અને ચેતન એમ બે પદાર્થ છે. જડ પદાર્થના પર્યાયો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, છે; જયારે ચેતન પદાર્થ આત્મા છે. તેના ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. જડ પદાર્થને જૈન પરિભાષામાં પુદ્ગલ નામથી ઓળખવામાં આવે છે. સિંહ શિશુ હાથીના બચ્ચા સાથે રહે છે, પણ પોતાનો વિકાસ થતાં અસલ સિંહ સ્વરૂપને અનુભવીને ટોળામાંથી બહાર નીકળે છે. આત્મા પણ સિંહ જેવો છે પણ પુદ્ગલના ટોળામાં ફસાયો છે, તેમાંથી મુક્ત થાય એટલે સ્વસ્વરૂપનો આવિર્ભાવ અનુભવી શકાય છે. આ વિષયને સમજવા ને જાણવા માટે પુદ્ગલ ગીતા છે.
આચાર્ય દેવગુપ્તસૂરિએ ચિદાનંદજી મ.સા.ની પુદ્ગલ ગીતાના સંદર્ભમાં પ્રશ્નોત્તરમાલાનું સંપાદન કર્યું છે. સંવત ૨૦૦૬માં આ નાનકડી પુસ્તિકા પ્રગટ થઈ છે. ચિદાનંદજીની ગીતાના વિચારોને આત્મસાત્ કરવા માટે આચાર્યશ્રીની પ્રશ્ન અને ઉત્તર શૈલી માર્ગદર્શક બને છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં શંકાઓ ઉદ્ભવે છે પણ અધ્યાત્મ માર્ગમાં અનેક શંકાઓ થાય ત્યારે તેના સમાધાન માટે શાસ્ત્રાધારે ઉત્તરો પણ પ્રાપ્ત થાય છે એટલે પ્રશ્નો અને ઉત્તરો એમ બે વિભાગમાં પુદ્ગલગીતા રચાઈ છે.
દુહા દ્વારા આ ગીતાના પ્રારંભમાં દેવ-ગુરુની સ્તુતિ કરવામાં આવી છે. કાવ્ય પરંપરામાં આ લક્ષણ અર્વાચીન કાળમાં પણ પ્રચલિત બન્યું છે. અધ્યાત્મ માર્ગ અને જ્ઞાનમાર્ગમાં આ ક્રમ અનિવાર્ય લેખાય છે.
પરમજ્યોતિ પરમાત્મા પરમાનન્દે અનૂપ,
નમો સિદ્ધ સુખકર સદા કલાતિત ચિરૂપ. II૧॥ (દેવ સ્વરૂપ) પંચમહાવ્રત આરાધતાં પાલત પંચાચાર
સમતારસ સાયર સદા સત્ બોલગુણ ધાર. ॥૨॥ (ગુરૂ સ્વરૂપ) વિષય વસ્તુનો નિર્દેશ કરતાં કવિ જણાવે છે કે :
લાખ બાતકી એક બાત પ્રશ્ન પ્રશ્નમેં જાણ, એકસો ચવદે પ્રશ્ન કે ઉત્તર કહું વખાણ. ॥ ૬ ॥
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org