________________
S૪
-અજાણપણે લાગ્યા હોય તે હું ગુરુના સંજોગમાં–ગુરુની હાજરીમાં આવું છું.
જ્ઞાનાચારના આઠ અતિચાર : (૧) જ્ઞાન ભણવાના સમયે ના ભયે પણ અકાળે ભણે. (૨) જ્ઞાન ભણતાં ગુરુને વિનય કર્યો નહિ. (૩) જ્ઞાન ભણતાં ગુરુનું બહુમાન કરવાનું ટાળ્યું. (૪) શ્રાવકની છ આવશ્યક કિયાએ ન કરી : ઉપધાન તપ સહિત વિશેષ કરીને સૂત્ર ભણવા ગણવા જોઈએ તે ન કર્યું, તથા (૫) જે ગુરુની પાસેથી જ્ઞાન મેળવ્યું તે મુખ્ય ઉપકારી ગુરુનું નામ એળવ્યું–છૂપાવ્યું કે તેની પાસે નથી ભયે તેમ કહ્યું.
(૬) જ્ઞાન ભણતાં અક્ષરો ઉચ્ચારથી, કાનાથી અને માત્રાથી અશુદ્ધ બેલ્યા-ભણ્યાં. (૭) સૂત્રને જે અર્થ થાય તેનાથી વિરૂદ્ધ અર્થ કા. -અવળા અર્થ કર્યા. (૮) જિનેશ્વર પરમાત્માએ કહેલા સૂત્ર તથા અર્થ બંને અસત્ય રીતે જાણ્યા-વિસ્તારથી અથવા સંક્ષેપથી પણ અસત્ય રીતે ભણ્યા (ખોટી રીતે બોલ્યા).
(૬)
ઉપર જણાવ્યા તે જ્ઞાનના આઠ અતિચાર છે. તેના સૂકમતાથી બીજા પણ ઘણા પ્રકારો છે. તે નિવણ-જ્ઞાન એળવવું તે-છુપાવવું તે, તથા જ્ઞાનની આશાતના કરવી તે, જ્ઞાનમાં અંતરાય કરે તે, જ્ઞાન બાબત વાદવિવાદ કરવો તથા કષાય વગેરે કરવાથી પણ અતિચાર લાગે છે.
(૭)
જ્ઞાનના અક્ષર પગ નીચે ચાંપવાથી અતિચાર લાગે છે, જ્ઞાનની મુદ્રા-છાપ એટલે જ્ઞાનના અક્ષરે આદિનો નાશ કરાવતાં અતિચાર લાગે છે. વળી જ્ઞાનના ઉપકરણની–સાધનોની (સાંપડો, પુસ્તક, પેન, પેન્સીલ વગેરે) આશાતના કરવાથી અને તે સંબંધી જે કોઈ પણ ભાવન કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org