________________
૭૩
તણિ પરે હું વ્રત ન સકું પાળ,૫ણ તેહના ગુણ મન સંભાળ, સકતિ સીમ અવિરતિ પરિહરૂં, વાર વાર અનુમોદન કરૂં. (૧૫૩) એવં શ્રાવકના અતિચાર, એક એવસે સુવિચાર, એકઠ છંદ કરી ચોપઈ, શ્રી પદ્મચંદ્રસૂરિ હરખે કહી. (૧૫) પમ્બિ ચઉમાસી સંવછરી, સહુએ શ્રાવક આદર કરી, શ્રાવિકા ભણજો ગુણ સદા, લહિ શિવસુખની સંપદા. (૧૫૫)
એવંકરે સમિતિમૂલ બાર વ્રત, તેહના એકસો વીસ અતિચાર, તેહને વિષે જે પખિ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ-દુકકડં.
શ્રાવક પાક્ષિકાદિ અતિચાર (પદ્ય)- અર્થ
જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, સમકિત સહિત વખાણવા લાયક બારે વ્રતમાં, સંલેખણામાં, તપમાં તથા વીર્યાચારમાં જે અતિચાર લાગ્યા હોય તેને હું આવું છું.
(૧) જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર-દરેકના વિવેકપૂર્વક જાણતાં આઠ આઠ અતિચાર થાય છે. કુલ ૨૪).સમતિના પાંચ અતિચાર તથા સમકિત (સમ્યક્ત્વ) જેનું મૂળ છે તેવા બાર વ્રતનાં પંચોતેર અતિચાર લાગે છે. બેના એટલે (સમકિત તથા બાર વ્રત) બંનેનાં એંસી અતિચાર થાય છે. (કુલ ૮૦).
(૨) સંલેખણના (૫), તપના (૧૨), તથા વીર્યાચારના (૩)-વીસ અતિચાર થાય છે. (ત્રણના કુલ ૨૦). બધા મળીને (૨૪+૮૦૦+૨૦) એકસો ચોવીસ અતિચાર દિવસ તથા રાત્રિ દરમિયાન લાગ્યા હોય તે હું ગુરુ મહારાજની સાક્ષીએ ગહ કરૂં છું.
જ્ઞાનાચારના આઠ આચાર છે. તેનાથી વિપરીત આચરણ કરતાં અતિચાર (આઠ) લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અનાગે
(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org