________________
સ્થવિરાવલી, પડિક્રમણ સૂત્ર, ઉપદેશમાલા, પ્રમુખ ભર્યો. કાળ વેળા કાજે અણુઉદ્ધરિઓ પઢ. જ્ઞાનદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાયે, વિણસતાં ઉવેખે. છતી શકિતએ સાર સંભાળ ન કીધી, તથા જ્ઞાને પગરણ–પાટી, પિથી, ઠવણી, કવલી, નવકારવાળી, સાંપડા, સાંપડી, દસ્તરી, વહી, એલીયા પ્રત્યે પગ લાગે, થુંક લાગે, થુંકે કરી. અક્ષર માં, કહે છતાં આહાર વિહાર કીધે, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર, અંતરાય, અવજ્ઞા કીધી. આપણા જાણ પણ તણે ગર્વ ચિંત.
જ્ઞાનાચાર વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર, પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૧]
દર્શનાચારે આઠ અતિચાર. નિસંકિઅ નિર્કખિસ, નિષ્યિતિગિચ્છા અમૂઢ દિ૬િ અ, વિવૃહ થિરીકરણે, વચ્છલ પભાવણે અઠું.
દેવ ગુરુ ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કહે. ધર્મ સંબંધીયા ફળતણે વિષે નિસંદેહ બુદ્ધિ ધરી. નહીં. તપોધન તપોધની પ્રત્યે મલમલીન ગાત્ર દેખી દુર્ગછા કીધી. મિથ્યાત્વી તણ પૂજા પ્રભાવના દેખી, મૂઢ દષ્ટિ પણે કીધું, તથા સંઘમાંહિ ગુણવંતતણી અનુપર્બહણા કીધી. અસ્થિરિકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ, કીધી, તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞા પરાધે વિણાસ્ય, વિણસતા ઉખે, છતી શક્તિએ સાર સંભાળ ન કીધી. સાધર્મિકશું કલહ કર્મબંધ કીધો, અધતી અષ્ટપડ મુખકેશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસપી, ધુપધાણું, કળશ તણે ઠબકે લાગે. દેહરા પિશાળમાંહિ મળ લેમ્પ લુહ્યાં, હાસ્ય કેલી કુતૂહલ કીધાં. જિનભુવને ચોરાસી અશાતના, ગુરુ પ્રત્યે તેત્રીસ આશાતના કીધી. ઠવણાયરિય હાથ થકું પડયું, પડિલેહવું વિસર્યું, ગુરૂવચન તહત્તિ કરી પવિન્યું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org