________________
૨. શ્રી પંચાચારની આઠ ગાથા
(આર્યા છંદ).
નાણુમિ દંસણુમિ ય, (૧) જ્ઞાનને વિષે, (૨) દર્શનને વિષે, ચરણું મિ તવંમિ ત હ ય વરિયંમિ,—(૩) ચારિત્રને વિષે,
(૪) તપને વિષે, તથા (૫) વીર્યને વિષે, આયરણે આયા –જે આચરણ તે આચાર કહેવાય, ઈઓ એ પંચહા ભણિઓ. (૧)–એ પ્રમાણે એ (જ્ઞાનાચાર) પાંચ
પ્રકારે કહ્યા છે. કાલે વિષ્ણુએ બહુમાણે,–(૧) કાળ આચાર (જે કાળે ભણવાની આજ્ઞા
હેય તે કાળે ભણવું તે) (ર) વિનય આચાર (જ્ઞાનીને | વિનય સાચવે તે), (૩) બહુમાન આચાર (જ્ઞાની તથા
જ્ઞાન ઉપર અંતરને પ્રેમ કરે તે), ઉવહાણે તહ અનિન્તવણે,-(૪) ઉપધાન આચાર (સૂત્ર ભણવા માટે
તપ વિશેષ કરે તે), (૫) અનિન્દવ આચાર (ભણાવનાર
ગુરુને ઓળખવા તે), વંજણ-અસ્થતદુભએ,-(૬) વ્યંજન આચાર (સૂ શુદ્ધ ભણવા તે),
(૭) અર્થ આચાર (અર્થ શુદ્ધ ભણવા તે),
(૮) તદુભય આચાર (સૂત્ર તથા અર્થ બંને શુદ્ધ ભણવા તે), અદ્દવિ નાણમાયા. (૨)–એ આઠ ભેદ જ્ઞાનાચારના જાણવા. નિસંકિય-નિર્ધાખિય,–(૧) નિશંકિત (વીતરાગ પરમાત્માના વચનમાં
શંકા ન કરવી તે), (૨) નિઃકાંક્ષિત (જિનમત સિવાય બીજા કોઈ પણ મતની ઈચ્છા ન કરવી તે),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org