________________
૧o૨
પરિશિષ્ઠ ૧. નવકાર મહામંત્રને મહિમા નવકારને મહામંત્ર કહેવામાં આવે છે. મંત્ર એટલે શબ્દોના સ્મરણ અથવા ઉચ્ચારમાં રહેલી ગુપ્ત શકિત. જેમ સર્પ અને વીંછીના મંત્રથી તે મંત્ર જાણકાર સર્પ–વીંછીના ઝેરને દૂર કરી શકે છે તેમ આ નવકાર મહામંત્રને જાણનાર–જપનાર-હદયપૂર્વક પવિત્ર થઈ ધ્યાન ધરનાર સંસારના પાપ રૂપી ઝેરને દૂર કરે છે.
આ સૂત્રના પહેલા પાંચ પદમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. પાંચ વાર -ન-નમો-નમો-નમો-નમવાથી નમ્રતા ગુણ આવે છે. નમો શબ્દ માટે પ્રાકૃત રૂપ ણ પણ વપરાય છે.
પરમ ઉચ્ચ સ્થાને રહે તે પરમેષ્ઠિ. તેમાં અરિહંત અને સિદ્ધ એ બે સદેવ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ સુગુરુ છે. સિદ્ધ પરમાત્મા આઠે કર્મનો ક્ષય કરી સિદ્ધશિલા પર મુકિતવાસ કરે છે? તીર્થંકર પરમાત્મા–અરિહંત ભગવાન ચાર કર્મોને ક્ષય કરી સમવસરણમાં બેસી ભવ્ય જનોને મોક્ષમાર્ગ ઉપદેશે છે તેથી નિકટ ઉપકારી હોવાથી તેમને પ્રથમ નમસ્કાર કરાય છે.
જગતમાં જેટલાં મંગલિક મનાય છે તેમાં નવકારમંત્ર સર્વથી ઉત્તમ સંગલિક છે કેમકે બીજા મંત્રોથી જે વસ્તુ ન મળે તે આ મહામંત્રથી મેળવી શકાય છે અને સર્વોત્તમ શિવ-સુખ પ્રાપ્ત કરી શકાય છે.
વ્યવહારમાં એ નિયમ છે કે દરેક મંગળ કાર્યની શરૂઆતમાં દરેક ધર્મ ક્રિયાની શરૂઆતમાં ઈષ્ટ દેવગુરુનું નામ લેવું જોઈએ. તેથી આપણું કાર્ય નિર્વિઘપણે સફળ થાય છે. તેથી જ ઉત્તમ મનુષ્ય તે બેસતાં–ઉઠતાં, ચાલતાં-સૂતાં, રાત્રે કે દિવસે, દરેક વખતે અને દરેક સ્થળે આ નવકાર મહામંત્રનું મનમાં ધ્યાન ધર્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org