SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિગોચર થાય છે. તે જ રીતે ત્રીજા મત્યંકાંડમાં મનુષ્યોને લગતા શબ્દો છે આમાં પહ૭ શ્લોકોમાં સામાન્ય જીવનમાં વપરાતા અનેક શબ્દો છે. તિર્યકકાંડ નામના ચોથા કાંડમાં પશુ-પંખી જેવા તિર્યંચ જીવોના શબ્દો છે આ કાંડમાં ૪૨૩ શ્લોક છે. પાંચમાં ના૨કકાંડમાં સાત જ શ્લોક છે, અને છઠ્ઠા સાધારણ કાંડમાં ૧૭૮ શ્લોકો છે આ છેલ્લા કાંડમાંના ઘણા શબ્દો અત્યારે ભાષા સંશોધનની દષ્ટિએ મહત્વનાં છે. અભિયાનની જેમ જ એક શબ્દ કોશ પી પણ શબ્દોનાં અનેક અથો ને દશાવતો ગ્રંથ તે અનેકાર્થ સંગ્રહ. આ ગ્રંથના સાત કાંડમાં એક સ્વરવાળા, બે સ્વરવાળા, ત્રણ સ્વરવાળા, ચાર સ્વરવાળા, પાંચ સ્વરવાળા, છ સ્વરવાળા શબ્દો પહેલા છ કાંડમાં અનુક્રમે રજૂ થયાં છે. સાતમાં કાંડમાં પ્રકિર્ણ શબ્દોના અર્થો છે. કૂલ શ્લોક સંખ્યા ૧૮૨૯ની છે. નિઘંટશેષમાં છ કાંડ છે અને કુલ ૩૯૬ શ્લોક છે, પ્રથમ વૃક્ષકાંડમાં ૧૮૧, બીજા ગુલ્મ કાંડમાં ૧૦૫, ત્રીજા લતા કાંડમાં ૪૪, ચોથા શાક કાંડમાં ૩૪, પાંચમાં તૃણ કાંડમાં ૧૭, તથા છેલ્લા ધાન્ય કાંડમાં ૧૫ શ્લોક છે. વનસ્પતિશાસ્ત્રનો આ કોશ અદ્વિતીય કહી શકાય તેવો છે. નિઘંટ એટલે વનસ્પતિ કે ઔષધિ એવો અર્થ પ્રચલિત હતો તેથી ગ્રંથ નિઘંટુશેષ કહેવાય છે. 94 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy