________________
અભિયાન ચિતામણિ અને બીજા કોશી
હેમચંદ્રાચાર્યે વ્યાકરણ, કાવ્ય, છંદ, તથા નીતિ અને પ્રમાણ અને કથાનકોનાં ગ્રંથ તે લખ્યાં પણ સાથોસાથ અનેક ઉપયોગી શબ્દકોશા આપણી સમક્ષ ધરેલાં છે. આ શબ્દકોશોનું મહત્વ હજી જોઈએ તેવું આપણને સમજાયું નથી તે દુખદ બીના ગણી શકાય. આ પ્રકારનાં શબ્દકોશો આપણી તે સમયની ભાષાના જ્ઞાનને સમૃદ્ધ તો કરે જ છે પણ સાથોસાથ તે કાળનાં વસ્ત્રો, પાત્ર અનેક ઉપકરણો, ચીજ વસ્તુઓ, વૃક્ષો, વનસ્પતિઓની મોટી યાદી આપણને આપે છે. ભાષાજ્ઞાનની દષ્ટિએ પણ ગુજરાતી ભાષાનાં મૂળને તપાસવામાં શશોધકો માટે આ અમુલ્ય ગ્રંથો છે. અભિધાન ચિંતામણિ, અનેકાર્થ સંગ્રહ, અને નિઘટશેષ એ ત્રણેય ગ્રંથો સંસ્કૃતનાં શબ્દકોશો છે. અભિધાનમાં એક અર્થના અનેક શબ્દો હોય તેવા શબ્દોને સંગ્રહ છે. અનેકાર્થમાં એક શબ્દ અનેક અર્થ ધરાવે છે તે પ્રકારનાં શબ્દ સમુહો છે, જ્યારે નિઘંટમાં વનસ્પતિઓ, ઓષધિઓને લગતાં શબ્દોનો સંગ્રહ છે
અભિધાન ચિંતામણિના પ્રારંભે આચાર્યશ્રી અરિહંત પ્રભુને પ્રણમીને રૂઢ, વ્યુત્પતિ સિદ્ધ અને બન્નેના મિશ્રણરુપી શબ્દોને સંગ્રહ ૨જૂ કરી રહ્યા છે તેમ જણાવે છે. વકતૃત્વ અને કવિત્વ એ બે વિદ્વતાના લક્ષણ છે પણ બન્ને શબ્દજ્ઞાનથી જ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. અભિધાનમાં ૬ કાંડમાં કુલ ૧૫૪૧ શ્લોકો છે. પ્રથમકાંડનું નામ દેવાધિદેવ કાંડ છે તેમાં ૮૯ શ્લોક છે તેમાં ૨૪ તીર્થકરો તથા તેમના અતિશયોનું વર્ણન છે. બીજા કાંડનું નામ દેવકાંડ છે તેમાં ૨૫૦ શ્લોકોમાં દેવો તેમના નગશે ઇ.ના શબ્દો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org