________________
કુમારપાળના અવસાન પહેલાં થયેલ તેથી પ્રાકૃત દ્વયાશ્રય કાવ્ય કુમારપાળથી શરુ થઈ કુમારપાળ સુધી પહોંચે છે. તેથી તે કુમારપાળ ચરિત કહેવાય છે. કુમારપાળની આધ્યાત્મિક ઉન્નતિનો આ પુસ્તક દ્વારા સારો ખ્યાલ આવે છે. પ્રાકૃત દ્વયાશ્રયની કાવ્ય ૨ચના અતિ ઉત્તમ છે. કુમારપાળ રાજા થયો તે પહેલાના તેના પૂર્વ જીવનની વાતો આ ગ્રંથમાં ખાસ જોવા મળતી નથી. રાજા થયા પછીની બાબતોના વર્ણનમાં પણ ઇતિહાસ કરતાંયે પ્રાકૃત વ્યાકરણને સમજવા માટેનો આ એક સંદ૨ ગ્રંથ છે. વળી પ્રાકૃત કાવ્યનાં અમૂક ચિરંજીવી ઉદાહરણો પણ અહીં દષ્ટિગોચર થાય છે.. પ્રાકૃત દ્વયાશ્રયમાં ૮ સર્ગમાં કુલ ૭૪૭ ગાથા છે. પ્રથમ સર્ગમાં ૯૦ ગાથામાં અણહિલપુરની વાત, કુમારપાળની પૂજા વિધિ એ બે મુખ્ય છે. બીજા સર્ગમાં ૮૧ ગાથાઓ છે તેમાં પણ કુમારપાળની જિન પૂજાની વાત છે. ત્રીજા સર્ગમાં ૮૦ ગાથાઓમાં ઉધાન વિહાર આવે છે. વસંત ઋતુના વધામણાંની વાતો બહુ જ સુંદર છે. તું વર્ણન ચોથા અને પાંચમાં સર્ગમાં પણ છે. ચોથા સર્ગમાં ૭૮ ગાથાઓમાં ગ્રીષ્મ ઋતુ અને પાંચમાં સર્ગમાં ૧૬ ગાથાઓમાં વષો તુનાં વર્ણન છે. પાંચમાં સર્ગમાં આગળ ચાલતાં શરદ, હેમત અને શિશિરનાં વર્ણનો પણ આવી જાય છે. છઠ્ઠા સર્ગમાં ૧૦૭ ગાથા છે. અહીં થોડી એતિહાસિક વાતો છે. કોંકણ પર ચઢાઈ તથા વિજયની વાત આ સર્ગમાં છે. સાતમાં સર્ગમાં ૧૦૨ ગાથાઓમાં આધ્યાત્મિક તત્વ છે. શ્રત દેવીની વાતો પણ છે. આઠમાં અને છેલ્લાં સર્ગમાં ૮૩ ગાથામાં માગધી. પૈશાચી, લિકા, અપભ્રંશ વ. ભાષાનાં વ્યાકરણ પર સમજ આપતાં આપતાં આચાર્યશ્રીએ મૃતદેવીની કાવ્ય રચનાઓ કરેલી છે. શ્રત દેવી કુમારપાળને યોગસાધના કરવાનું સમજાવે છે.
86
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org