________________
ઉપરનો શ્લોક સિદ્ધહેમના ત્રીજા અધ્યાયના ચોથા પાદમાં સાતમા નિયમના ઉદાહરણને સ્પષ્ટ કરે છે
માન, દાન વગેરે ધાતુઓને "સ" લગાડયા પછી જ ક્રિયાપદ કરી શકાય છે માન+સ=મિમાસ (મીમાંસતે વિચાર કરે છે)
દાન +સ= દિઠાંસ દીદાંસતે સરળ કરે છે)
વ્યાકરણ સાથેના આટલ ઉદાહરણો પછી હ્રયાશ્રયની અન્ય બાબતો જોઇએ.. ઢયાશ્રયની મયાઁદા એ છે કે તેમાં વ્યાકરણના નિયમોને સમજાવવાનો પ્રયાસ થયો છે. તેથી શબ્દોની, વિશેષણાની પસદગી એ રીતે કરવામાં આવેલ છે. કયારેક ક્યારેક કાવ્ય રચનાના માધુર્યમાં ઘટાડો થતો જણાય, કયારેક પરાણે શબ્દો મૂકવા પડયાં હોય તેમ પણ જણાય છે.પાટણનાં લોકોની વાત કરતાં કરતાં આચાર્યશ્રી કહે છે કે ત્યાંના નગરજનો શૌર્ય, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, ષડદર્શન અને ષડ અંગમાં અગ્રણી છે. શ, ષ, ૭. વગેરે અક્ષરોનાં આયોજનને લઇને જે માંદા બંધાઇ છે તે અહીં સ્પષ્ટ થાય છે છતાંયે આ એક મહાન કવિની રચના છે તેમ સ્થળે સ્થળે પ્રતીતિ થાય છે. હ્રયાશ્રયમાં સઘળુ જ છે, એ વેળાનુ ગુજરાત, ગુજરાતના લોકજીવનનો ઉ૨ ધબકાર અહીં ઝીલવામાં આવ્યો છે. નગ૨ વર્ણન, ઋતુ વર્ણન, પ્રેમ, શૌર્ય, લોકોની દિનચયાં, રિવાજો, પ્રથાઓ, હસવાની-કટાક્ષ કરવાની કે ઉપાલભ આપવાની રીતો સઘળુ છે. આવા અપ્રતિમ મહાકાવ્ય માટે ખરેખર ગુજરાત ગૌરવ લઇ શકે તેમ છે.
.
પ્રાકૃત યાશ્રય
હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમના આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ દર્શાવેલ છે. હેમચંદ્રાચાર્ય' આમાં છ ભાષાઓની ચર્ચા કરી છે. મહારાષ્ટ્રી, સૌ૨સૈની, માગધી, પૈશાચી, ચુલિકા અને છઠ્ઠી અપભ્રંશ. સંસ્કૃત ઢયાશ્રયમાં કુમારપાળ ગાદીએ બેસે છે ત્યાં સુધીનો ઇતિહાસ છે. પ્રાકૃત દ્વયાશ્રય આથી આગળ ચાલે છે. આચાર્યશ્રી કુમારપાળના સમયમાં હયાત હતાં વળી તેમનો કાળ ધર્મ
85
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org