________________
સિદ્ધહેમ શબ્દાનુશાસન
હેમચંદ્રાચાર્યની આ ઐતિહાસિક કૃતિ એ કઈ કોઈ ધર્મ કે સંપ્રદાયને ગ્રંથ નથી આ મહાન વ્યાકરણ-ગ્રંથ એક એવો ગ્રંથ છે કે ભાષા સમજનાર, શીખનાર, શીખવનાર માટેનો આ અનિવાર્ય ગ્રંથ છે. ગુજરાતી ભાષાના મૂળમાં રહેલા સંસ્કૃત-પ્રાકૃત શબ્દો ગુજરાતી ભાષાના ઉગમકાળનાં અને તેની આસપાસનાં સમાજ જીવન. ભાષા રહેણી કરણીનો અભ્યાસ કરવા માટે આ ગ્રંથોનું અધ્યયન આવશ્યક બની રહે છે. સિદ્ધહેમનાં આઠ અધ્યાયો છે. પ્રથમ સાત સંસ્કૃત વ્યાકરણના છે, બાકીને પ્રાકૃત વ્યાકરણ છેલ્લો અધ્યાય છે. દરેક અધ્યાયમાં ચાર ચાર પાદ વિભાગ છે. દરેક પાદમાં સુત્ર સંખ્યા જૂદી જૂદી છે. પ્રથમ અધ્યાયમાં કુલ ૨૪૧ સૂત્ર છે.. બીજામાં ચારસો સાઠ, ત્રીજામાં પર૧, ચોથામાં ૪૮૧, પાંચમામાં ૪૯૮, છઠામાં ૬૯૨ તથા સાતમામાં ૭૩ સૂત્રો આપેલા છે. આ રીતે પ્રથમ સાત અધ્યાયનાં સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬૬ સૂત્રો છે. સંપૂર્ણ સિદ્ધહેમના સૂત્રો ૪૬૮૫ થાય છે.
સંસ્કૃત ભાષા માટે આમતે પાણિનીનું વ્યાકરણ અધિકૃત ગણાતું હતું પરંતુ હેમચંદ્રાચાર્યે પાણિનીના વ્યાકરણ ઉપયોગ કરીને અન્ય વ્યાકરણ ગ્રંથ ની સહાય વડે પોતે જ વધારે સરળ રીતે સિદ્ધહેમની રચના કરી છે. દ્વયાશ્રયની જેમજ સિદ્ધહેમમાં મંગળાચરણ ૫ અહંમ બીજ દષ્ટિગોચર થાય છે. તે પછીનું ચરણ છે સિદ્ધિ-સ્યાદ્વાદાત અથૉત્ સ્યાદ્ભવાદની દષ્ટિએ જ સિદ્ધિ રહેલી છે. વસ્તુના વિવિધ પાસા પ્રમાણે વ્યાકરણના નિયમોને સમજીને. તમામ પાસાઓનો વિચાર કરીને, લક્ષમાં લઈને. મુખ્ય પાસાઓ પ્રમાણે નિયમનું સર્જન થઈ શકે છે. આ રીતે થયેલ સર્જન
સ્યાદ્ધવાદ પ્રમાણે થયું ગણી શકાય. ભાષા જ્ઞાન આપણને શબ્દજ્ઞાનથી મળી શકે છે. શબ્દોનું રુપાંતર થઈ શકે છે તેથી શબ્દોના પણ દુવ્યની જેમ પયાંય હોય છે. દરેક પયાંયને જેમ
અનિત્ય ગણવામાં આવે છે તેમ શબ્દનાં રુપાંતર પણ અનિત્ય ગણી શકાય. આમ નિત્યનિત્ય રૂપી શબ્દ હોવાથી વ્યાકરણ પણ
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org