SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરનાં અન્ય આભૂષણો ઊતાયાં અને પોતાના દેહનુ નિરીક્ષણ કર્યું. વૃદ્ધાવસ્થાથી શ૨ી૨માંથી તેજ છું થયું હતું. ચક્રવર્તિની રિદ્ધિ સિદ્ધિ હોવાં છતાંયે આ વૃદ્ધાવસ્થાના પ્રવાહને ખાળી શકાય તેમ નહોતુ.. સઘળુ જ વ્યર્થ છે ! સઘળું જ ! આ નાશ વત દેહને શાશ્વત સુખ શાંતિ કદીયે મળી શકે ખરાં અને મળે તો કઇ રીતે મળે ? સાચો માર્ગ કયો ? સાચો ધર્મ શું છે ? આ ઊંડી વિચારધારાથી ભરત ચક્રવર્તિને ત્યાંજ કેવળજ્ઞાન થયું તેણે દીક્ષા ગ્રહણ કરી. ભરતનું નિવૉણ અષ્ટાપદ પર્વત પર થયું હતું. ભરત ચક્રવર્તિના નામ પરથી આ ક્ષેત્ર ભરતક્ષેત્ર કહેવાય છે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં આ રીતે ૩ મહાન વિભૂતિઓનાં ચરિત્ર સવિસ્તર આલેખાયેલાં છે. ઉપર લખેલ ઋષભ દેવ ચરિત્ર તથા ભરત ચક્રવર્તિ ચરિત્ર આપણે બહુજ ટૂંકાણમાં જોઈ ગયાં. દરેક ચરિત્રમાં કથા રસ તો છે જ પણ હેમચંદ્રાચાર્યે સમવસરણમાં પ્રભુએ આપેલો ઉપદેશ પણ લંબાણ પૂર્વક લખેલો છે. આ ઉપદેશમાં પણ વિવિધ તત્વ ચાં છે તેથી જૈન ધર્મનુ સર્વ પ્રકારે જ્ઞાન મળી રહે છે. Jain Education International For Private & Personal Use Only 67 www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy