________________
મહારાજાએ વ્રત ગ્રહણ કયા, બીજી બહેન સુંદરીએ પણ તેમજ કર્યું. આ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થઇ. પ્રભુએ ઉત્પાદ, વ્યય અને ધ્રુવની ત્રિપદી સંભળાવી. તેનાં બૃ હદ અર્થઘટનનાં પરિપાક રુપ જૈન શાસ્ત્રોની રચના થઈ. ભરતનાં પુત્ર ઋષભસેન (પુંડરિક) તે પ્રથમ ગણધર થયાં. તે વખતે પ્રથમ યક્ષ અને યક્ષિણી ઉત્પન્ન થયાં તેમનાં નામ ગોમુખ-યક્ષ તથા અપ્રતિચકા યક્ષિણી (ચક્રેશ્વરી
માતા).
સમય જતાં ભરતનાં બીજા ટ ભાઇએ દીક્ષા અંગીકાર કરી. ભરતનાં ભાઇ બાહુબલિએ હજી દીક્ષા લીધી નહોતી, ભરતને ચક્ર રત્નની પ્રાપ્તિ થઇ એટલે ચક્રવર્તિપણુ સિદ્ધ કરવા સઘળાં રાજા મહારાજાઓને તાબે કર્યાં. બાહુબલિએ ભરતની આણ ન સ્વીકારી અને યુદ્ધ જાહેર કર્યું. ભરત તથા બાહુબલિ બન્ને ભાઇઓનુ દષ્ટિ યુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, વાગ્યુદ્ધ અને દંડ યુદ્ધ થયું. બધામાં ભરતની હાર થઇ. ભરતે ગુસ્સે થઇને બાહુબલિ પર ચક્ર છોડ્યું પરંતુ ચક્ર પણ બાહુબલિની પ્રદક્ષિણા કરીને પાછુ ર્યું. બાહુબલિ ગુસ્સે થયાં . ભરતને ચક્ર છોડવાનો અધિકાર નહોતો. સરખે સરખા આયુધોથી જ યુદ્ધ લડવાનું હતું. બાહુબલિએ મુઠ્ઠીઓ વાળીને ભરત તરફ દોડવા માંડ્યુ. બાહુબલિનું અપ્રતિમ બળ, મુષ્ટિ પ્રહાર ભરતને હરાવી શકે તેમ હતાં, પરંતુ બાહુબલિને વિચાર આવ્યો આમ કરૂં તો માશમાં ને ભરતમાં શો ફેર?. ભરત તો મારા મોટાભાઇ છે, મોટાભાઇને મારીને મા૨ે ૨ાજ્ય નથી જોઇતુ. આખરે આ રાજ્ય લક્ષ્મીને પણ શું કરવાની ? આમ વિચારતાં વિચારતાં જ તેમને વૈરાગ્ય આવ્યો. જે મુઠ્ઠી ભરતને મારવા ઉગામી હતી તે મુઠ્ઠીથી પોતાનાં કેશનો લોચ કર્યો અને દીક્ષા અંગીકાર કરી.
બાહુબલિએ ૨ણ-ભૂમિને ધ્યાન-ભૂમિ બનાવી ત્યાંજ ધ્યાન અવસ્થામાં સ્થિર રહ્યાં. ભરતને પશ્ચાતાપ થયો. બાહુબલિના શ૨ી૨ ૫૨ તો લત્તાઓ વીંટળાઇ વળી. ઉગ્ર ધ્યાન તપમાં તેઓ લાકડાના થડની જેમ રહ્યા. પંખીએ આસપાસ માળા બાંધ્યા.
Jain Education International
For Private & Personal Use Only
62
www.jainelibrary.org