________________
દેવતાઓ, મનુષ્યો વ. પ્રથમ ગઢમાં આવીને બેઠાં, બીજો ગઢ તિર્યો માટેનો તથા ત્રીજો ગઢ વાહનો માટેનો હતો. પ્રભુ આ સમવસરણમાં ત્રણેય જગતનાં જીવોને પ્રતિબોધ આપે છે.
આ તરફ ભગવાન 2ષભ દેવની માતા મરુદેવા પોતાના પત્રની ચિંતા કરતાં હોય છે. દીક્ષાના દોહ્યલા દિવસો કેવા હોય છે તેની કલ્પના કરે છે. તેમનો પત્ર મહારાજા ભરત તેમને સાંત્વના આપે છે ત્યાંજ સમાચાર આવ્યો કે ત્રષભ દેવને કેવળજ્ઞાન થયું છે. આ શુભ સમાચાર સાથે જ ભરતરાજાને બીજા આનંદના સમાચાર સાંપડ્યાં “હે મહારાજા, ચક્રવર્તિને જ મળે તેવું અમૂલ્ય ચક૨ભ આપને પ્રાપ્ત થયું છે . આ ચક્ર આપની આધશાળામાં ઉત્પન્ન થયેલ છે ભરત આ બન્ને સમાચારો સાંભળીને હષૉન્વિત થઈ ગયો. પ્રથમ ક્યાં જવું ? ત્રષભ દેવ પ્રભુને વંદન કરવાં કે આયુધશાળામાં ?
પણ ભરતને નિર્ણય લેતાં વાર લાગી નહીં. માતા મરુદેવાને લઈને તેઓ ત્રષભ દેવને વાંદવા માટે નીકળ્યાં. મરુદેવા માતા હાથી પર બિરાજમાન થયાં. માતા પુત્રને જોવા, વંદન કરવાં ચાલી સાથે પત્ર ભરત પણ છે. પૌત્ર કહે છે જૂઓ જૂઓ એ દેખાય સમવસરણનો ઈદૂધ્વજ. દેવતાઓ પણ ત્રષભ દેવના વંદન અર્થે આવાગમન કરી રહ્યા છે. જે સમવસરણમાં દેવ-દેવીઓ, મનુષ્યો અરે પશુ-પક્ષીઓ પણ વેર ભૂલીને પ્રભુની મધુરી વાણીનું શ્રવણ કરે છે તે નીહાળી માતાની આંખમાંથી હર્ષનાં આંસુઓ આવ્યાં. પોતાના પુત્રની અમૃત વાણી સાંભળી તેમને પણ વે રાગ્ય પ્રગટ્ય અને કેવળજ્ઞાન થયું, એટલું જ નહીં આયુષ્ય પુરુ થવાથી તેઓ નિવાણ પામ્યાં, સિદ્ધગતિ પામ્યાં. આ અવસર્પિણીનાં પ્રથમ સિદ્ધ તે માતા મવા.
ભરત રાજાએ પ્રભુની અમૃત વાણી શ્રવણ કરી. ભગવાનની દેશના સાંભળી ભારતનાં પુત્રોએ દીક્ષા ગ્રહણ કરી. ભરતની બહેન બાતમીએ પણ દીક્ષા અંગીકાર કરી. ભરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org