SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આવીને ઋષભ દેવને ફાગણ વદી અગિયારશના શુભ દિવસે, પ્રભાતમાં કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન સમયે તે અયોધ્યાના પુતિમાલ વિભાગમાં પધારેલાં હતાં તેમને અઠ્મનો ઉપવાસ હતો અને ઝાડ નીચે કાયોત્સર્ગ ધ્યાન અવસ્થામાં હતાં., આ ધ્યાન અવસ્થામાં શુક્લ ધ્યાન અગ્નિના પ્રભાવથી જ્ઞાનાવ૨ણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મનો ક્ષય થયો અને કેવળજ્ઞાન પ્રગટ્યું. આ શુભ ઘડીએ બાર ઈદ્રીએ પણ ભગવાનના કેવળજ્ઞાનનો મહા મંગલકારી મહોત્સવ કર્યો. આ શુભ અવસરે વાયુએ એક યોજન જમીન સાફ કરી, મેઘે તેનું સુગંધી જળથી સિંચન કર્યું, દેવતાઓએ માણેક રત્નોથી ભૂમિ તળ તૈયાર કર્યુ, તોરણો બાંધ્યાં, પૂષ્પો વેયાં. પ્રભુના ઉપદેશ માટે સમવસરણની રચના થઈ. પ્રથમ ગઢ રત્નમય હતો, બીજો સુવર્ણનો હતો અને ત્રીજો રુપાનો હતો. દરેક ગઢને ચાર ચાર દરવાજા હતાં. વિવિધક્ષેત્રનાં દેવોએ દરવાજા પાસે દ્વારપાળ તરીકે સેવા આપી. દેવી પ્રતિહાર થઇને ઉભી રહી. સમવસરણમાં સૌથી વચ્ચો વચ્ચ ચૈત્યવૃક્ષ હતું. વૃક્ષની નીચે રત્નની પીઠ (ઓટલો) રચ્યો, તેના પર છંદક અને છંદક પર રત્ન સિંહાસન રચ્યું. સિંહાસન ૫૨ ત્રણ છત્રો હતાં. સિંહાસનની બાજુએ ચામર લઇને યક્ષો ઉભાં હતાં. સમવસરણના ચારે દ્વાર પર એક એક ધર્મ ચક સુવર્ણનાં કમળમાં પ્રસ્થાપિત કર્યુ હતું. પ્રભુ સમવસરણમાં પ્રવેશ્યાં. દેવતાઓએ પ્રભુને માટે પગ મૂકવા માટે સુવર્ણ'નાં નવ કમળો મૂક્યાં. પ્રથમ રહેલાં બે કમળો પર ભગવાન પગ મૂકે ત્યારે બીજા કમળ પાછળથી આગળ આવી જાય તેવી ચમત્કૃતિ થઇ આ રીતે પ્રભુ સુવર્ણનાં કમળો પર જ ચાલતાં હતાં. પ્રભુ પૂર્વ દ્વારેથી પ્રવેશ્યાં, ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને "નમો તિત્થસ્સ" કહીને સિંહાસન પર આરુઢ થયાં. આ સમયે વ્યતરીએ બાકીની ત્રણ દિશામાં પ્રભુનાં પ્રતિબિંબો રચ્યાં તેથી ભગવાનને સઘળી દિશામાંથી જોઇ શકાય તેવી રચના થઈ. પ્રભુની સન્મુખ એક ધ્વજ પણ હતો. Jain Education International For Private & Personal Use Only 60 www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy