SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષષ્ટિમાં ૩6 પ્રકારની જાતિઓ ( કુંભાર, ચિત્રકાર, કસાશ વગેરે) નોધેલી છે. પુરુષની ૭૨ કલા, સ્ત્રીની ૬૪ કલા, ૧૪ લોકોત્તર વિધા, ૧૪ લૌકિક વિધા તથા ૧૮ પ્રકારની લિપિઓનાં નામ છે. આ બધીજ વસ્તુઓ 2ષભદેવે સહુ પ્રથમ શીખવી, આમ ત્રષભ દેવ એક એવાં આદિ પુરુષ હતાં કે જેમને વેદ અને ઉપનિષદ પણ વંદન કરે છે. પ્રથમ તીર્થકર, પ્રથમ રાજા તથા પ્રથમ મહાજ્ઞાની એવા આ વંદનીય વિભૂતિને તેથી જ આદિનાથ પણ કહેવાય છે. ત્રિષભ દેવે ત્રેસઠ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં ગાળ્યાં પછી દીક્ષા ગ્રહણ કરીને સર્વસ્વનો ત્યાગ કયો. દીક્ષા પહેલાં ત્રષભ દેવે ભરતને રાજ્યાભિષેક કર્યો. બાહુબલિ તથા અન્ય નવ્વાણું પુત્રીને નાના પ્રદેશો આપ્યાં. ભગવાન તો દીક્ષા લઈને નીકળી ગયાં. પ્રથમના સાધનાના દિવસો ઉપવાસના દિવસો હતાં. ભગવાન ઉપવાસ બાદ ગોચરીએ નીકળ્યાં. તે વખતે લોકો અજ્ઞાત હતાં. કોઈએ હસ્તી (હાથી) આપવા માંડ્યો, કોઈક કંઈ, ભગવાનને આની આવશ્યકતા નહોતી, તેઓ કશું સ્વીકારી ન શકયાં. અને ભગવાનના ઉપવાસ ચાલુ જ રહ્યાં. યોગ્ય ભિક્ષા ન મળી તે ન જ મળી, આમને આમ એક વર્ષ વીત્યું. લોકો તે મધુરાં પકવાન, સુગધી જળ આપવા તૈયાર જ હતાં પણ ભગવાનને કશાનો મોહ ન હતો. બરાબર એક વર્ષ બાદ શ્રેયાંસકુમારે ભગવાનને જ્યારે ઇશ્ક-૨સ (શેરડીનો રસ) વહોરાવ્યો ત્યારે જ ભગવાને તે ગ્રહણ કર્યો ને પારણાં કયાં. આ ઇરસ થશાખ સુદ ત્રણના શુભ દિને વહોરાવ્યો હતો. તેથી આ તિથિ અક્ષય-તૃતિયા તરીકે ઓળખાય છે. શ્રેયાંસકુમારને તો ભગવાનના દર્શનથી જ જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. પારણા બાદ ભગવાન તક્ષશીલા ગયાં ને ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યાં. બાહુબલિ તે વખતે તક્ષશીલા હતાં. તેમણે ભગવાનના સ્વાગત માટે આખી રાત તૈયારીઓ કરી, ગામ શણગાર્યું. સવારે તે પ્રભુને મળવા જાય છે પરંતુ પ્રભુતા વિહાર કરીને ચાલી નીકળ્યાં હતાં. બાહુબલિના શોકનો પાર ન રહ્યો, તેમણે ભગવાનનાં પગલાને જ વંદન કયાં. 59. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy