SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત ચૌદ સ્વપ્નાંઓનું વિગતવાર વર્ણન તથા તે શું સૂચવે છે તે પણ ત્રિષષ્ટિમાં સારી રીતે લખેલું છે. દા.ત. છેલ્લે સ્વખે નિર્ણમ અગ્નિ જૂએ છે તે તપ અને સંયમના પ્રતીકપે છે. ભગવાન અવિરતપણે તપ કરશે તેમ આ સ્વપ્ન સૂચવે છે વળી અગ્નિનાં આ તેજને માતા મુખમાં પ્રવેશ કરતું જૂએ છે તેનો અર્થ એ કે જન્મનાર પત્ર અન્ય તેજસ્વીઓનાં તેજને પણ ઝાંખુ પાડવા સમર્થ થશે. માતા મરુદેવા સ્વપ્નાંનો ફળાદેશ જાણી અત્યંત હર્ષ પામે છે. તેમનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. બાબર નવ માસને સાડા આઠ દિવસ થયાં બાદ, ચૈત્ર વદ આઠમના શુભ દિને ઉતરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર હતો તે વેળાએ, સર્વ શુભ ગ્રહોની અનુકૂળતાએ તેમણે પુત્ર રત્નને જન્મ આપ્યો. જન્મ-મહોત્સવ તીર્થકરના જન્મના વધામણાપે છપ્પન દિકકુમાર આવે છે. અધોલોકમાંથી આઠ કુમારિકા આવીને સુંદર સુતિકા ગૃહ રચે છે. મેરુ પર્વત પરથી આઠ આવીને જળ-છંટકાવ કરીને, ભૂમિને આચ્છાદિત કરે છે. પૂર્વ ચકથી આઠ આવે છે તે દર્પણ રાખીને ઉભી રહે છે, દક્ષિણ ચકની આઠ કુમારિકાઓ મંગળ ગીતો ગાય છે અને કળશ ધરીને ઊભી રહે છે. પશ્ચિમ ચકની આઠ કુમારિકાઓ પંખા રાખીને ઊભી રહે છે. ઉત્તર રુશ્વકની આઠ કુમારિકાઓ ચામર ધરીને ગીતો ગાતી ઉભી રહે છે. વિદિશામાંથી આવેલી આઠ કુમારમાંથી ચાર દીપક ધરે છે અને ચાર ભગવાનના નાભિનાળનું છેદન કરે છે. આ ૧૬ કુમારિકાઓ તેલ-મર્દન, સુગંધી વિલેપન, સ્નાન છે. કરાવીને પ્રભુ જન્મને મહોત્સવ ઉજવે છે. જન્મ મહોત્સવની ઉજવણીના ભાગરુપે સીધર્મેન્દ્ર દેવ પણ પધારે છે. તે ભગવાનની સ્તુતિ કરે છે. બીજા વિમાનોના 57 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy