________________
શું પરિસ્થિતિ હશે. અત્યારના વિજ્ઞાન યુગમાં ન્યુક્લીય૨ શસ્ત્રોની વાત ચાલે છે. આ શસ્ત્રોનો ઉપયોગ થાય તો સર્વત્ર હાહાકાર વ્યાપી જાય. પૃથ્વી પર લાખો કરોડો માનવી મર્શી જાય. ન્યુકલીયર રેડિએશન જો કદાચ આ પૃથ્વી ૫૨ છવાઇ જાય તો જે જીવે તે પણ ભયંકર રોગગ્રસ્ત અવસ્થામાં જીવે. તેમનાં સતાનો પણ રોગગ્રસ્ત જન્મે. પૃથ્વી પરનુ સઘળુ જ જળ, સ્થળ અને હવા દૂષિત થાય. હવામાં ઝેરી ગેસ વ્યાપેલો રહે, સૂર્યનો તડકો આવા આવરણને ભેદીને આવી ન શકે. નદીઓ સૂકાઇ જાય. આ બધુ આજના વૈજ્ઞાનિકો કહે છે.. હવે હેમચંદ્રાચાર્યે ૯૦૦ વર્ષ પહેલાં લખ્યું છે તે જોઇએ .
ચારે બાજુ દુઃખી લોકોનાં, દુઃખી પ્રાણીઓનાં પોકાર સંભળાતાં હશે. આ કાળમાં અસહ્ય, અનુચિત, ભમરી ખાતાં વાયુ -પવનો ફૂંકાશે. ચોતરફ મૂળથી અંધકાર વ્યાપેલો રહેશે. ચંદુ અધિક ઠંડી લાગશે, સૂર્ય અધિક ગરમ લાગશે. ઝેરી વાયુવાળા, અનુચિત વીજળી સાથે વરસાદો પડ્યાં કરશે. સઘળી વનસ્પતિ નાશ પામશે. ભૂમિ કીચડ વાળી, ૨જ વાળી, ગરમ લાગશે. મનુષ્યો ખરાબ રુપવાળાં, વર્ણવાળાં, સ્પર્શવાળાં, ન ગમે તેવાં હશે. તેમનો સ્વર પણ અરુચિકર હશે. બેડોળ રૂપવાળાં, ધર્મ, નીતિ સમજ અને સરળતા વિહિન હશે. તેઓનાં નખ, વાળ વધેલાં, કઠોર અને બેડોળ હશે.. વિષમ દાંત આંખવાળાં તથા કરચલી યુક્ત ચહેરાવાળાં મનુષ્યો હશે. વિવિધ પ્રકારના હાડકાના રોગો વાળાં, અન્ય રોગોવાળાં ,દુર્બળ, પ્રમાણહીન, ઉત્સાહ તથા સત્વ વગરનાં, વિચિત્ર ચેષ્ટા વાળાં આ મનુષ્યો હશે. તેની ઉંચાઈ એક હાથ હશે. આયુષ્ય સોળથી વીસ વર્ષનુ હશે. તેઓ દરમાં ( નાની ગુફાઓ કે નાની ઝૂંપડીઓમાં) રહેશે. આ મનુષ્યો સૂર્ય ઉગ્યા પછી ૬૨માંથી બહાર નીકળીને લગભગ સૂકી એવી નદીઓમાં રહેતાં જીવનું ભક્ષણ કરીને જીવશે. ( નદીનાં માછલા તથા કાચબા જમીનમાં દાટશે-બપોરના તડકા વડે બફાયેલા તે જીવોનો આહાર
55
Jain Education International
For Private & Personal Use Only
"
www.jainelibrary.org